________________
બા. બ્ર. શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પરમ વૈરાગી અને દયાના પુજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૨ પિ/સુદાન (આફ્રિકા) માં કે જ્યાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયે હતો.
શ્રી વિનંદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વિરાણુ અને મહા ભાગ્યવાન માતુશ્રીનું નામ મણિબેન વીરાણી, બનેનું અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલે થી જ રૂચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢયમ અને પ્રિયધમ બન્યા હતા,
પૂર્વભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નેનોમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણું લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી.
તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફન્સ, બેલજીયમ, હોલેન્ડ, જર્મની, સ્વીઝર્લેન્ડ, તેમજ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ. સં. ૨૦૦૯ ના વૈશાખ માસ, સને ૧૫૩ માં લંડનમાં રાણું એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશિમરને પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કોઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળે જેવાં કે કાશિમર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળની મુલાકાત લીધી હોવા છતાં તેઓને રમણીય સ્થળે કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સંસ્કારને જ રંગ હતો અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યુ અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે અને વૈરાગ્યમાં જ મન લાગ્યું. હુંડા-કાલ અવસર્પિણિને આ દુષમ નામના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કઈક ક્ષેભ થતો કે તુરત જ તેને ખુલાસે મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ-પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, વિહાર આદિ પચ્ચખાણ તેઓ ચૂક્યા નહીં. ઊંચી કેટની શૈયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસીકું અને એઠવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ શયન કરતા અને પહેરવા માટે એક ખાદીને લેશે અને ઝ વાપરતા, કઈ વખતે કબજે પહેરતા, બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કેટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝેળી