________________
' દીક્ષા પછી અઢી મહિનાને આંતરે ફલોદી ચોમાસા દરમ્યાન શ્રી વિનેદમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર ભી જાવ એટલે શ્રી વિનોદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછા ફરીશ, કાળ ની ગહન ગતિને દુઃખદુ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાને બનાવ હતો. હમેશાં તો બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલવે લાઇન ઉપર બે ગાયે આવી રહી હતી. બીજી બાજુથી ટેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગતાં છતાં પણ ગાયો ખસતી ન હતી, શ્રી વિનોદમુનિનું હૃદય થરથરી ઉઠયું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ જાનને જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયોને તે બચાવી જ લીધી. પરંતુ આ કિયામાં છકાય જીવની દયાના સાધનભૂત
હરણ કે જે વિદમુનિને આત્માથી વધારે ધ્યરે હતો, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયે અને શ્રી વિનોદમુનિએ તે પાછો સપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યુ. અરિહંત...અરિહ ત...એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયુ. રકત પ્રવાહ છૂટી પડયા અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયો. બધા લકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામા મુનિશ્રીએ પ્રાણ આપ્યાં અતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફલોદીથી કિરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તો પણ છે એટલે પશુઓની અવરજવર હોય જ છે અને વખતે વખત ત્યાં ઢોરે રેલવેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે.
ફલેદી સ થે આ દુર્ઘટનાના ખબર રાજકેટ, ટેલીફેનથી આપ્યા. જે વખતે ટેલીફેન આવ્યો, તે વખતે વિદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિ–પ્રતિક્રમણમાં બેઠાં હતા, માત્ર એક નકર જ ઘરમાં હતો કે જેણે ટેલિફેન ઉઠાવ્યું પણ તે કાંઈ ટેલીફેનમાં હકીકત સમજી શકો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા સ્પેશ્યલ લેનથી ફલદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે. સૂચનાને ટેલીફેન