________________
પૂજ્ય માતુશ્રી
રસીલાબેન રસીકલાલ વકીલા 'નાનપણથી અમોને જૈનધર્મના સંસ્કાર આપી અમારા પ્રત્યે અસીમ પ્રેમદર્શાવી સમાજમાં ઉન્નત મસ્તકે જીવન જીવવાની જડીબુટ્ટી આપી. પ્રભુ ભક્તિ જેના રગ-રગમાં વણાયેલી છે. મહિલા મંડળમાં અનેક વર્ષો સુધી પ્રભુભક્તિના પ્રસંગે હાર્મોનીયમ વગાડી પોતે તો મસ્ત બની જતા હતા પણ બીજાને પણ એમાં મસ્ત બનાવી દેતા હતા. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ માટે સદાય તત્પર તથા ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ હકારાત્મક વલણ ..કોઇનું સારું થાય તો કરવું પણ ખોટું તો કદી ઇચ્છવું જ નહીં એવી વિચારધારા ધરાવતા અમારા પૂજ્ય માતુશ્રી આજે પણ અમારા સમગ્ર પરિવાર માટે પ્રેરણામૂર્તિ સમાન છે.