________________
પૂજય પિતાશ્રી ત©©©©92)
સ્વ. સીકલાલ ભોગીલાલ વકીલા આપે અમારા પર અનહદ ઉપકાર કરી વાત્સલ્યની વર્ષા કરેલ. આપના રગે રગમાં ધર્મના સુસંસ્કાર વણાયેલા હતા. તે જમાનામાં કોમર્સ ગ્રેજ્યુએટનો વ્યવહારિક અભ્યાસ કરી ઇન્કમટેક્ષના ખ્યાતનામ વકીલ બની અનેક જૈન ટ્રસ્ટોનો સુચારુરૂપે વહીવટ કરી સારી કીર્તિ અને નામના મેળવી. વિદ્યાશાળાનો ચીવટભર્યા વહીવટ અંગે સૌ કોઇ આપને આજે પણ યાદ કરે છે. અંતમાં જેમરાજહંસ એક માનસરોવરમાંથી ઉડીને જ્યારે બીજા માનસરોવરમાં જાય છે. ત્યારે એ રાજહંસ તો બીજા સરોવરની શોભામાં અભિવૃદ્ધિ કરનારો બની જાય છે. પરંતુ પ્રથમનું માનસરોવર તો હંસ વિનાનું બની જાય છે. ખરી ખોટ તો વકીલ પરિવારને જ સાલસે. આપને અમારા શત-શત વંદન.