________________
છે એમ કહી શકાય. એક માત્ર સર્વજ્ઞ વીતરાગે કહેલાં ધર્મશાસ્ત્રમાં જ માયા નથી. આપણે માયાથી ધર્મ કરીએ એ આપણો વાંક છે, બાકી મોક્ષે જવાનો ટૂંકો માર્ગ એટલે ‘‘માયાનો ત્યાગ અને સરળતાનો સ્વીકાર જ છે.” જેને તરવું જ છે, તે કોઈપણ નિમિત્તથી તરી જાય છે. જેને તરવું જ નથી એવા જીવને ખુદ ભગવાન પણ તારી શકતા નથી.
જેના જીવનમાં આ સરળતા આવી જાય તે મોક્ષે જવાના પગથીયાં સડસડાટ ચઢી શકે છે. દા.ત. પ્રાણલાલ સુંદરલાલ કાપડીયા એટલે કે પછીથી દીક્ષા લઈને પુણ્યદર્શન વિજયજી મુનિ બન્યાં. સરળ જીવન જીવી અદ્ભૂત સાધના - ૭૨ વર્ષની ઉંમરે દીક્ષા લઈને કરી, માટે માયાનો ત્યાગ કરો. દુન્યવી દૃષ્ટિએ સફળતા દેખાય, તો પણ આત્માનું કલ્યાણ કરવાં માયાનો ત્યાગ કરો.
પૂ. શ્રી ઉદયરત્ન કવિએ માયાનું વર્ણન નીચેની સજઝાયમાં સરસ રીતે સમજાવેલ છે.