________________
માણસો થાક્યા. એવામાં એક સંન્યાસી (પેલી યોજનાવાળા) ઘરની બહારથી પસાર થતા હતા. ડૂબેલો માણસ તરણું પકડે તેમ ઘરના માણસો સંન્યાસીને ઘરે બોલાવી લાવ્યા અને સંન્યાસીને યુવાનની માંદગીની વાત કરી, સંન્યાસી કહે એક લોટો લાવો તેમાં પાણી ભરી દો અને હું મંત્રો બોલીને લોટો ફેરવીશ એટલે યુવાન સાજો થશે. પણ કોઈકે તે લોટાનું પાણી પીવું પડશે, યુવાન સાજો થશે પણ જે તેને સાજો કરવા આ લોટાનું પાણી પીશે તે માંદો પડશે. હવે તેની પત્નીને પાણી પીવાની વાત કરી તે કહે કે મારે હજી આપણા છોકરાઓને મોટા કરવાના છે. યુવાનની માતાને કીધું તો માતા કહે મારે હજી જાત્રાઓ કરવાની બાકી છે એમ ઘરના દરેક સભ્યો બહાનું બતાવવા માંડ્યા. છેવટે (બાવાએ) સંન્યાસીએ પાણી પી લીધું અને ઘરમાંથી નીકળી ગયા. પેલો યુવાન પણ હવે યોજના પ્રમાણે ઉભો થઈ ગયો પરંતુ તેને તેના ઘરનો પ્રેમ કેવો છે તે જોઈ લીધું. સંસારના સ્વરૂપની ખબર પડી ગઈ. દરિયામાં પડેલાંને દરિયાનું સ્વરૂપ ન સમજાય. દરિયા કિનારે ઉભેલાંને જ દરિયાનું સ્વરૂપ દેખાય. એટલે તમારાં વગર નહીં જીવી શકું, એવી લાગણીમાં આપણે તણાઈ જવાની જરૂર નથી. બધાં વગર બધાં મજેથી જીવે છે.
આખું અર્થશાસ્ત્ર પણ માયાચાર પર નભે છે. તમે માલ વેચવાની જાહેરાતો જૂઓ તો ખબર પડી જાય.
આખું કામશાસ્ત્ર પણ માયાચાર પર નભે છે. એક રીતે જોઈએ તો દુનિયાની બધી જ શાખાનાં શાસ્ત્રો અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્ર પર નભે છે, એટલે કે દુનિયાની બધી જ શાખાઓ માયા ધ્યાન પર નભે
2