________________
‘રે જીવ માન નકીજીએ, માનેવિનય ન આવે, વિનયવિનાવિદ્યા નહીં, તોકિમસમકિત પાવે,
રે જીવ માન ન કીજીએ,
સમકિત વિના ચારિત્ર્ય નહીં, ચારિત્ર્યવિના નહીં મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તો કેમલહીએ જુક્તિ,
રે જીવ માન ન કીજીએ,
વિનયવડો સંસારમાં, ગુણમાં અધિકારી, માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી,
રે જીવ માન ન કીજીએ,
માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો, દૂર્યોધન ગર્વે કરી, અંતે સવિહાર્યો,
રે જીવ માન ન કીજીએ,
સુકા લાકડાંસારિખો, દુઃખદાયીએ ખોટો ઉદયરતન કહે માનને, દેજો દેશવટોરે,
રે જીવ માન ન કીજીએ,
63