________________
એક ચિંતકે સાચે જ કહ્યું છે કે ધ્યાન શીખવાનું નથી, ધ્યાન બદલવાનું છે. અત્યારે ભૌતિક પદાર્થો તરફ મન વળે છે તેને બદલે આત્મિક દિશાઓમાં મનને સ્થિર કરો. અને તે જ સાચુ તથા શુભ ધ્યાન છે. દા.ત. ઈલાચીકુમારનું ધ્યાન નટડીમાંથી સાધુ તરફ બદલાયું તો શુભ ધ્યાને ચડ્યા અને આત્મકલ્યાણ સાધ્યું.
જ્ઞાની ભગવંતોનો આ જ ઉપકાર છે કે મનને સારી જગ્યાએ બાંધી રાખવા માટે અનેક ઉત્તમ આલંબનો આપ્યાં મન કાંઈ બંધાઈને બેસી રહે તેવું નથી, તેને તો સતત આલંબન જોઈએ જ, માટે નવપદ જેવાં ઉત્તમ આલંબનો મનને આપ્યાં જ કરો. જેથી દુર્થાન જલ્દી ન આવે.
દુર્ગાનને બીજી રીતે પણ સમજાવી શકાય. જેમકે – જે ધ્યાન આત્માને સ્વભાવમાંથી વિભાવમાં લઈ જાય, અંતર્મુખ દશામાંથી બહિર્મુખ દશામાં લઈ જાય, આત્માનાં વિકાસને અવરોધીને દુર્ગતિનું સર્જન કરે. તેવાં ધ્યાનને જ્ઞાની ભગવંતો દુર્થાન તરીકે ઓળખાવે છે. મનને સ્થિર રાખવું અને મનને શુદ્ધ કરવું એ મોટામાં મોટી સાધના.
- મિથ્યાષ્ટિ આત્માઓ પોતાનાં મિથ્યાત્વી પરિણામનાં આધારે સંવરનાં કારણોને આશ્રવનાં કારણો બનાવી શકે છે. આશ્રવ એટલે આત્મામાં કર્મનું આવવું. મિથ્યાત્વ, અવિરતી કષાય આ બધા આશ્રવનાં કારણો છે. પરંતુ આનાથી વિરુદ્ધ સમ્યક્દૃષ્ટિ આત્માઓ આશ્રવનાં કારણોને પોતાનાં પરિણામના આધારે સંવરનાં કારણો બનાવી શકે છે. દા.ત. ચંડકોશીયો પૂર્વભવમાં ગોભદ્ર નામનો બ્રાહ્મણ હતો. સંસ્કારથી સમૃદ્ધ હતો, બુદ્ધિનો નિધાન હતો. લાખો લોકોને તે સલાહ આપતો. તેની સલાહથી ઘણાં લોકો શ્રીમંત બની ગયા હતાં, પરંતુ તે પોતે અર્થના (પૈસાના) અનર્થથી ડરતો હતો, કારણ કે પૈસા કમાવામાં દુઃખ છે, તેનાં રક્ષણમાં પણ દુ:ખ છે, ખર્ચાઈ જાય તેમાં પણ દુ:ખ છે, આમ સઘળી રીતે પૈસો દુ:ખને જ આપનાર છે. દુ:ખદાયક – દુ:ખ ફલક અને દુઃખાનુબંધી છે. શ્રી હરિભદ્રસૂરિ મ. સા. એ પંચ સૂત્રમાં આનો સરસ ઉલ્લેખ કર્યો છે.
(38)