________________
જમીન પર ખેડૂત ખાતર જ નાંખે છે, તેજાબ નહીં. આંખમાં આંખની દવા જ નાંખીયે છીએ, ધૂળ નહીં, તિજોરીમાં ધન જ મૂકીએ છીએ, પથરા નહીં.
- તો પછી મનમાં સારા વિચારને બદલે નબળા વિચાર (ઉકરડા જેવા વિચારો કેમ નાંખીયે છીએ.
આપણે શરીરને સજાવવા અરિસામાં શરીરને તપાસ્યા કરીએ છીએ પરંતુ મનને પણ રોજ તપાસવું જોઈએ કે મન અત્યારે ક્યાં છે?
દુનિયામાં જાત જાતના શુદ્ધિકરણ પ્લાન્સ નંખાય છે પણ મનની શુદ્ધિકરણનો પ્લાન્ટનંખાતો નથી,જે પ્રાથમિક આવશ્યકતા છે.
મનની ચંચળતાનું નિયંત્રણ એ આપણી સામે સૌથી મોટો પડકાર છે.
મનને અરિસા જેવું રાખવું, કેમેરાના રોલ જેવું નહીં, અરિસામાં કોઈ પણ છાપ રહેતી નથી તેમ મનમાં પણ આપણે કોઈ છાપ રાખવી નથી. - જો સમ્યક્દર્શન જોઈતું હોય તો મન પર ચોકી મૂકી આર્ત અને રૌદ્રધ્યાન ટાળવું જોઈએ. વળી શુભ ધ્યાન એમને એમ આવી નથી જતાં, આ માટે વિશેષ લાયકાતો પેદા થયેલી હોવી જોઈએ જેમકે કર્મની લઘુતા, રાગ-દ્વેષ આદિ દોષોની ગાંઠ છૂટી થયેલી હોય, આત્મકલ્યાણનો અર્થી બનેલો હોય, વિષય કષાયને મંદ બનાવેલ હોય વિગેરે.
સંસ્કારના ખૂબ રસિયા જીવો ક્યારેય ધ્યાન કરી શકતા નથી. ધ્યાન માટે શિબિરો ભરવી અનિવાર્ય નથી, પરંતુ ધ્યાન માટે સંસારનો રાગ ઘટી જવો અનિવાર્ય છે. મનને વશ કરવામાં બાધક તત્ત્વો ક્રોધ - માન – માયા - લોભ વિગેરે છે. આ બધા તત્ત્વો
મનને ચારે બાજુ ફેરવે છે, સ્થિર થવા દેતા નથી. ધ્યાનથી મનની શાંતિ કરતાં, મનની શુદ્ધિનું લક્ષ્ય રાખવાનું છે.
(37)