________________
મુનને શાંત રાખો
હિતશિક્ષા
“મન એવં મનુષ્યાણાં કારણું બંધ મોક્ષઃ”
મનુષ્યનું મન આત્મા ઉપર કર્મબંધ કરવામાં પણ કારણભૂત છે અને કર્મનિર્જરા કરી મોક્ષે જવામાં પણ મન મુખ્ય કારણ છે. માટે હે જીવ ! મન ઉપર સતત ચોકી કર. નવકારવાળી ગણતી વખતે પણ મન ઉપર ચોકી કરવી. જો મન બીજા અશુભ ધ્યાનમાં જાય તો પુરુષાર્થ કરી મનને શુભ ધ્યાનમાં લાવવું અને તો જ તારો ઉદ્ધાર છે. બાકી તો મને આ જીવને પતનની ખાઈમાં ફેંકી દેશે. આવું ન થાય માટે મનને સત્સંગ, સ્વાધ્યાય અને ધર્મક્રિયા જેવા ધાર્મિક વ્યવહારોમાં
વ્યસ્ત રાખવું. કારણ કે મન ધર્મધ્યાનમાં નહીં હોય તો ગલત પરિબળો જેવા કે પીકચર-ટી.વી. મનને ખોટા રસ્તે જલ્દીથી લઈ જઈ શકે છે.