________________
સાલથી જ અનીલભાઈ મારા સ્વાધ્યાયમાં આવતા-સત્સંગ કરતાં તે અને તેમના ધર્મપત્ની હેમલત્તાબેન પ્રવચન સાંભળીને શક્ય તેટલું આચારમાં ઉતારતા હતા અને તેની ફળશ્રુતિ રૂપે આજે પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન થઇ રહ્યું છે.
- આ પુસ્તક લેખનમાં જેમ દેવ-ગુરુની કૃપા છે. તેમ મારા માતુશ્રી રસીલા બેન તથા મારા પિતાશ્રી રસિકલાલ વકીલના આશીર્વાદ છે. તેઓએ જન્મથી જ મને ધર્મના સંસ્કારો આપેલ છે આ પુસ્તક મારા માતા-પિતાને સમર્પિત
આ ઉપરાંત મારા ધર્મપત્ની નીતાબેને આ પુસ્તક લખવામાં જરૂરી સહયોગ આપ્યો છે. તથા મારા સુપુત્રો મનન અને જૈનીક મારી પુત્રવધૂઓ કામીની તથા રિમાં, મારા પૌત્રો દેવાંશુ તથા આર્યમન આ બધાનો પ્રસ્તુત પુસ્તકમાં એક યા બીજી રીતે સુંદર સહકાર સાંપડેલ છે. તે બદલ હું અનુમોદના કરું છું. - પ્રસ્તુત લેખનમાં જે કોઈ ત્રુટી છે તે મારી છે અને જે કંઈ સારું છે તે વિદ્રદવર્ગનું છે. વાચક વર્ગ ક્ષીર-નીર ન્યાયે જે કંઈ ત્રુટી હોય તે મને જણાવે તેવી નમ્ર અરજ કરું છું.
આ પુસ્તક પ્રકાશન અંગેની પ્રેરણા કરનાર અને મને તેમનો ધર્મપુત્ર ગણનાર એવા પૂ. સુનંદાબેન વોહોરાને
પણ આ સમયે સ્મૃતિપટ પર લાવી તેમનો આભાર માનું છું.
લી. નૌતમભાઈ રસિકલાલ ....
20.