________________
અપ્રીતિ દર્યાના
હિતશિક્ષા
આપણે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર રાગ કે દ્વેષ કરવા જેવો નથી, ખરેખર કોઈ પણ પરિસ્થિતિમાં સમદૃષ્ટિ અને સમભાવ રાખતા શીખવાનું છે આ માટે અનુકુળતાનો રાગ અને પ્રતિકુળતાનો વેષ છોડવો જરૂરી છે. આજના કાળની મોટી સ્થિતિ એ છે કે સંસારમાં રહેવું પડે એ જુદી વાત છે પણ સંસાર મીઠો લાગે તો એનો અર્થ એ થયો કે ધર્મ ગમતો નથી. છે આ માટે શરીરની અનુકુળતા ખૂબ ગમે છે તે પાતળી કરવી જોઈએ. શરીરને બદલે આત્માનું કલ્યાણ કરતા શીખવા જેવું છે. ચાલશે- ફાવશે-ભાવશે આવા સિદ્ધાંતો સહજ સ્વીકારીએ તો રાગ કે દ્વેષ ઓછા આવે અને જીંદગી નંદનવન બની જાય. આપણા જીવનમાંથી સ્વાર્થીપણું ઓછું કરવાની જરૂર છે કારણ કે કઠોરતા અને દ્વેષ આ સ્વાર્થી બનવાથી વધે છે. માટે હે જીવ! જીવનમાંથી દ્વેષ (અપ્રીતિ) કાઢવાનાં પ્રયત્ન કર.