________________
ગુરૂ હોય કે શિષ્ય હોય, પિતા હોય કે પુત્ર, માતા-પિતા હોય કે પરિવાર પરંતુ જો પરસ્પર સ્નેહરાગથી બંધાઈ જાય તો તે પરસ્પર માટે આરાધનામાં સહાયક ન બની શકે જયારે ગુણરાગ કે ભક્તિરાગ આપણી ભૂમિકામાં આરાધનામાં સહાયક બને છે. જ્યાં ઔચિત્ય પાલન જીનાજ્ઞા પ્રધાન છે ત્યાં ભક્તિરાગ છે. જયાં માત્ર મોહની લાગણીઓ પ્રધાન છે તે સ્નેહરાગ કહેવાય. જો સ્નેહરાગ ગુણાનુરાગી હોય કે ભક્તિ-રાગી હોય તો તારક પણ બની શકે છે. દા.ત. શૈલકાચાર્ય અને પંથકજી આ જ કથા માટે નવ્વાણું પ્રકારની પૂજામાં પણ આવે છે કે, “સેલક પણ સયવિખ્યાતારે, આદેસર અલબેલો રે”
ચૌદ પૂર્વધર સંયમભવસૂરિને પણ પોતાનો પુત્ર મનક જયારે કાળ કરી ગયો ત્યારે આંખમાં આંસુ આવી ગયાં. એ પણ સ્નેહરાગને કારણે જ. દશવૈકાલિક સૂત્ર રચ્યું. આમ છતાં પોતાના શિષ્યોને પોતાનો પુત્ર છે એમ જણાવ્યું પણ નહિ. પિતા તરીકે કર્તવ્ય બજાવ્યું, અને ૬-૬ માસ સુધી સ્નેહરાગને નાથ્યો. માત્ર કાળ કરી ગયાં તે સમયે જ આંખોમાં પાણી આવી ગયાં. આની સામે આપણી સ્નેહરાગની શું સ્થિતિ છે? તે વિચારવા જેવું છે. આપણાં શરીર પ્રત્યેનો, પત્ની, પુત્ર કે પરિવાર પ્રત્યેનો કેવો કેવો રાગ છે અને તેમાંથી કેટલું દુર્ભાન થાય છે, આ બધું આપણે વિચારવું જોઈએ. છેવટે આ રાગ પાતળો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(100)