________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
४८८
ઉગ્ર તેલથી મુનિને જી, મૂછ આવી જાય,
ઉગ્ર રોગની ઔષધિ છે, એવી ઉગ્ર ભળાય રે. ભવિજન અર્થ – ઘણા ઉષ્ણ વીર્યવાળા તેલથી મુનિને મૂર્છા આવી ગઈ. ઉગ્ર વ્યાધિની શાંતિ અર્થે ઔષધિ પણ ઉગ્ર અપાય છે. ૩૦ગા.
આકુળ કૃમિકુળ તેલથી જી, ઉપર આવી જાય,
જેમ દરે જળ પેસતાં જી, કીડીઓ સૌ ઊભરાય રે. ભવિજન અર્થ – ઉષ્ણ તેલના પ્રભાવથી આકુળ વ્યાકુળ થયેલા કૃમિઓ મુનિના શરીરમાંથી બહાર નીકળી આવ્યા. જેમ દરમાં જળ પેસતા કીડીઓ સર્વ બહાર ઊભરાઈ આવે તેમ. //૩૧ાા
રત્નકંબલે વીંટતા જી, મુનિને જીવાનંદ,
કૃમિ તેમાં પેસી ગયા જી, લેવા સ્પર્શાનંદ રે. ભવિજન અર્થ - હવે મુનિને જીવાનંદ વૈદ્ય રત્નકંબલથી વીંટી લીધા. જેથી સર્વ કૃમિઓ રત્નકંબલનો કોમલ સ્પર્ધાનંદ લેવા તેમાં પેસી ગયા. ૩રા
ઘીમેથી લઈ કામળી જી, ગાયન પાસે જાય,
મૃત કલેવરમાં મૅકે જી, વીણી કૃમિ-સમુદાય રે. ભવિજન અર્થ – તે રત્નકંબલ ઘીરેથી લઈ ગાયની પાસે જઈ તે કૃમિ સમુદાયને વણી ગાયના મૃત કલેવરમાં મૂકી દીઘા. ૩૩.
ચંદન ચર્ચા મુનિને જી, દે થોડો આરામ,
વળી ફરી કાઢે બીજા જી, માંસથી કૃમિ તમામ રે. ભવિજન અર્થ - પછી ગોશીર્ષ ચંદનનું વિલેપન કરી મુનિને થોડો આરામ આપ્યો. ફરી બીજી વાર લક્ષપાક તેલનું મર્દન કરી માંસમાંથી તમામ કૃમિને બહાર કાઢયા. ૩૪
છેલ્લે અસ્થિમાંહિથી જી, કૃમિ કર્યા સૌ દૂર,
ચંદન-લેપનથી પછી જી, દે શાંતિ ભરપૂર રે. ભવિજન અર્થ - છેલ્લે ફરી લક્ષપાકતેલનું મર્દન કરી અસ્થિમાં રહેલા કૃમિઓને પણ બહાર કાઢ્યા. પછી ગોશીર્ષ ચંદનના વિલેપનથી મુનિને ભરપૂર શાંતિ પમાડી. રૂપા
નીરોગી મુનિ થયા છે, છ યે પુણ્ય-ભંડાર,
ખમાવી મુનિને ગયા જી; કરે મુનિ ય વિહાર રે. ભવિજન અર્થ:- આ રીતે મુનિ નીરોગી થયા પછી એ પુણ્યના ભંડાર એવા યુવાનોએ મુનિને ભક્તિભાવથી ખમાવ્યા. પછી ઘેર ગયા. મુનિ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. /૩૬ાા
બાકી ચંદન જે વધ્યું છે, રત્નકામળી તે જ,
વેચી ઘન તે વાપરે જી, દેરાસર ખાતે જ રે. ભવિજન અર્થ - બાકી વધેલ ગશીર્ષ ચંદન તથા રત્નકંબલને વેચવાથી જે ઘન આવ્યું તે બધું દેરાસર ખાતે વાપરી દીધું. [૩શા