SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ४७७ લલિતાંગ જાઓ તમે - ખરી. ઘો દર્શન સુખકાર રે; ખરી, તમને સ્નેહે નીરખી - ખરી. દેવી-પદ લેનાર રે.” ખરી. અર્થ - હે લલિતાંગ! અનશનવ્રત ગ્રહણ કરીને રહેલી નિર્નામિકા પાસે તમે જાઓ અને સુખકર, એવા તમારા દર્શન આપો; જેથી તે તમને સ્નેહપૂર્વક નીરખી, મૃત્યુ પામી તમારી દેવી થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” II૭૦. દેવે તેમ કર્યું જઈ, ખરી, રાગવતી સતી થાય રે; ખરી. મરણ કરી નિર્નામિકા - ખરી. સ્વયંપ્રભા બની જાય રે. ખરી અર્થ – લલિતાંગદેવે તેમ કર્યું તેથી તે નિર્નામિકા સતી તેના પ્રત્યે રાગવતી થઈ મરણ પામીને સ્વયંપ્રભા નામે તેની દેવી થઈ. ૭૧ાા. સુર-સુખ બન્ને ભોગવે, ખરી. કાળ ઘણો વહીં જાય રે; ખરી. લલિતાંગના અંગનાં - ખરી. માળાદિક કરમાય રે. ખરી અર્થ :- બન્ને દેવલોકના સુખ ભોગવતા ઘણો કાળ વહી ગયો. હવે લલિતાંગદેવના અંગમાં રહેલા માળા, રત્નઆભરણો આદિ નિસ્તેજ થવા લાગ્યા. //૭૨ાા માત્ર છ મહિના જીવવું - ખરીજાણી થાય ઉદાસ રે; ખરી. થાય અનાદર ઘર્મનો, ખરી ઇચ્છ-સુર-સુખ ખાસ રે. ખરી અર્થ - તેથી લલિતાંગદેવે જાણ્યું કે હવે તો માત્ર આ દેવલોકમાં છ મહિના સુધી જીવવું છે. તે જાણી મુખ પર ઉદાસી છવાઈ ગઈ. ચિંતાના કારણે ઘર્મનો અનાદર થવા લાગ્યો, અને દેવલોકના સુખને ખાસ ઇચ્છવા લાગ્યો. ||૭૩ી. કીડીને પાંખો સમી - ખરી. દીનતાથી ઘેરાય રે, ખરી. જાણે ગર્ભવાસનો - ખરી. ભય ધ્રુજાવે કાય રે. ખરી અર્થ - જેમ કીડીને મૃત્યુ સમયે પાંખો આવે તેમ તે દીનતાથી ઘેરાઈ ગયો. જાણે ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખનો ભય તેને કાયાના સર્વ અંગોને કંપાયમાન કરવા લાગ્યા. II૭૪ ઊંચુ મન દેખી વદે - ખરી. સ્વયંપ્રભા રહી હાથ રે, ખરી, “શો મારો અપરાઘ છે? ખરી. સ્પષ્ટ કહો હે! નાથ રે.” ખરી. અર્થ - લલિતાંગદેવનું ઊંચું મન જોઈ દેવી સ્વયંપ્રભાએ તેનો હાથ પકડી કહ્યું - હે નાથ! મેં આપનો શો અપરાઇ કર્યો છે? કે જેથી આપ આમ વિહળ જણાઓ છો? તે મને સ્પષ્ટ કહો. II૭પા. “અપરાથી નર્થી તું પ્રિયા! ખરી. અપરાથી તો હું જ રે; ખરી, પૂર્વ ભવે તપ ના થયું, ખરી અલ્પાયુષી છું જ રે. ખરી અર્થ - ત્યારે લલિતાંગદેવ કહેવા લાગ્યો - હે પ્રિયા! તેં કાંઈ પણ અપરાઘ કર્યો નથી. અપરાધી તો હું જ છું કે પૂર્વભવે મેં ઘણું ઓછું તપ કર્યું. તેથી હું અલ્પાયુષી છું. મારું આયુષ્ય હવે અલ્પ જ બાકી રહ્યું છે. ૭૬
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy