SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૭૫ અનેક ઉપાય વડે જાળમાં સપડાઈ જઈ ઘણી વિટંબણા પામે છે. તેઓ શર એટલે બાણવડે કે પથ્થર આદિ વડે પણ હણાઈ જઈ રંધાય છે. પશા ઈડા ફોડીને તળે, ખરી. પીંછા કાજ હણાય રે; ખરી. પકડી પૂરે પાંજરે, ખરી, પરાથીન રિબાય રે. ખરી અર્થ :- કોઈ મરઘી વગેરેના ઈંડા ફોડીને તળે છે. કોઈ પીંછા મેળવવા માટે તેમને હણે છે. કોઈ પકડીને પાંજરામાં પૂરે છે. ત્યાં બિચારા પરાધીન બની ઘણા રિબાય છે. આ બઘા અજ્ઞાન અવસ્થામાં પોતાના જ બાંઘેલા કર્મોના ફળ જીવોને ભોગવવા પડે છે. //પેટા માણસમાં પણ આંથળા, ખરી. મૂંગા જન્મથ હોય રે, ખરી. રોગી આખી જિંદગી - ખરી. બાળ-વિઘવા કોય ૨. ખરી હવે મનુષ્યજીવનનું દુઃખ વર્ણવે છે : અર્થ :- જેઓ મનુષ્યપણું પામ્યા છે, તેમાં કેટલાક જન્મથી આંધળા, બહેરા, મૂંગા કે પાંગળા થાય છે. કોઈ જીવનપર્યત રોગી હોય છે. કોઈ અનેક પ્રકારની વ્યાધિઓથી પીડાતા પોતાના પુત્રોથી પણ ઉપેક્ષા પામે છે. કોઈ બાળવયમાં જ વિઘવા બની જાય છે. પા. જીંવતા સુંઘી કેદમાં - ખરી. જન્મ-ગુલામો થાર રે; ખરી, પશુ પેઠે સ્વામી તણાં - ખરી. સહે વચન, દુઃખ, માર રે. ખરી અર્થ - કોઈ ચોરી કરનારા કે પરસ્ત્રીગમન કરનારા પાપી પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષા પામી જીવતા સુઘી કેદમાં પણ પુરાય છે. કોઈનો જન્મ નોકરી વગેરે કરી પરની ગુલામી કરવામાં વ્યતીત થાય છે. તેઓ પણ પશુની પેઠે પોતાના સ્વામીના કડવા વચન સહન કરે છે, તેમની સેવા કરી અનેક પ્રકારના દુઃખ સહન કરે છે અથવા તેમના હાથની માર પણ ખમે છે. આ પ્રમાણે મનુષ્યલોકના મનુષ્યો પણ દુઃખી છે. ૬૦ પરાભવે ક્લેશિત ને - ખરી. સુરપતિને આથીન રે; ખરી. પશુ સમ વાહન સુર બને - ખરી. દેવપણામાં દીન ૨. ખરી અર્થ :- હવે દેવલોકના દુઃખનું વર્ણન કરે છે : દેવલોકમાં દેવો પરસ્પરના પરાભવથી ક્લેશ પામેલા કે એક બીજાની વિશેષ ઋદ્ધિ જોઈને દુઃખી થયેલા અથવા પોતાના સ્વામી ઇન્દ્રને આધીન રહેલા એવા દેવતાઓને પણ સદા દુઃખ રહેલું છે. દેવપણામાં પણ દીન બનેલા એવા દેવોને પશુ સમાન વાહન બનવું પડે છે. ૬૧ કિલ્વેિષ આદિ કુદેવ તો - ખરી. અંત્યજ જેવા જાણ રે, ખરી, સુખ નથી સંસારમાં; ખરી સુઘર્મ સુખની ખાણ રે. ખરી અર્થ - કિલ્પિષ આદિ કુદેવો તો દેવલોકમાં પણ અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં પ્રવેશ કરી શકે નહીં. આ ચારગતિરૂપ સંસારમાં કાંઈ સુખ નથી. એક જિનેશ્વરે કહેલો સઘર્મ જ સુખની ખાણરૂપ છે. ૬રા * • II૬ ગી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy