________________
૪૦૬
પ્રાવોધ વિવેચન ભાગ-૨
નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જાવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.' (વ.પૃ.૪૮૩) ||
મદિરા-પાને જ્ઞાન-અવસ્થા વિભાવરૂપ ભજે છે, તેમ જ મોહ-મદિરા યોગે, સ્વભાવ જીવ તજે છે; બંધ-હેતુ સામગ્રી મળતાં જીવ સ્વયં અપરાથી, પરાધીન તદ્રુપ બને છે, તે જ વિભાવ ઉપાધિ. ૪
અર્થ :— :– જેમ દારૂ પીવાથી હું કોન્ન છું તે ભૂલી જઈ ગટરના ખાળ પાસે પડ્યો હોય છતાં પલંગ પર સૂતો છું એમ પોતાને માને છે. તેમ આત્મા મોહરૂપ દારૂ પીવાથી પોતાનો મૂળ જ્ઞાન સ્વભાવ તજી દઈ પરને પોતાના માનવારૂપ વિભાવભાવને ભજે છે. કર્મબંધના હેતુ એવા રાગદ્વેષના કારણો મળતાં જીવ પોતે તેમાં પરિણમીને રાગદ્વેષ કરી સ્વયં અપરાધી બને છે. તે મોહવશ પ૨વસ્તુને આધીન બની તે રૂપ થઈ જાય છે, અને તે જ નવીન કર્મબંધ કરાવનાર વિભાવભાવોની ઉપાધિનું કારણ છે. ।।૪।
વિભાવ મોહ, દ્વેષ, રાગાદિ ભાવકર્મરૂપ ભાખ્યા, આઠ કર્મનું કારણ બનતાં, ભવ-કેદે જૈવ રાખ્યા. આઠ કર્મના ઉદય-નિમિત્તે જીવ વિભાવે વર્તે, ફરી કર્મ બાંથીને ભટકે, એમ જ ભવ-આવર્તે. ૫
અર્થ – રાગ, દ્વેષ અને અજ્ઞાન એ વિભાવ ભાવ છે. એને ભગવંતોએ ભાવકર્મરૂપ કહ્યાં છે. એ રાગદ્વેષાદિ ભાવો અજ્ઞાનવશ, જ્ઞાનાવરણીયાદિ આઠેય દ્રવ્યકર્મના કારણ બની જીવને સંસારરૂપ કેદમાં જકડી રાખે છે. વળી આઠેય કર્મના ઉદય નિમિત્તને પામી, જીવ ફરી રાગદ્વેષાદિના ભાવો કરે છે. તેથી ફરી નવા કર્મ બાંધીને જીવ, ભવ-આવર્ત એટલે સંસારચક્રમાં ઘાંચીના બળદની પેઠે ચોરાસી લાખ જીવયોનિમાં અનાદિકાળથી ભટક્યા કરે છે. પા
અશુદ્ધતાથી થતી બદ્ધતા, અવિનાભાવ બન્ને; જીવ પુદ્ગલ વિભાવે વર્તે, શ્રી સ્વરૂપ અનન્ય. સુવર્ણ-પારો સાથે ઘૂંટ્યું બન્ને શ્યામ બને છે; વ પુદ્ગલ સંયોગે બન્ને સ્વભાવ નિજ તજે છે. ૬
અર્થ :— જીવના ભાવોમાં અશુદ્ધતા હોય તો કર્મ બંધ અવશ્ય ધાય જ. બન્નેનો અવિનાભાવ એટલે એક હોય ત્યાં બીજુ હોય એવો સંબંધ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય પોતાની વૈભાવિક શક્તિવડે પરભાવમાં પ્રવર્તે છે, છતાં તે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં અનન્યભાવે રહે છે; અર્થાત્ પોતાના સ્વરૂપને કદી છોડતા નથી. જેમ સુવર્ણ પીળુ અને પારો ઘોળો હોવા છતાં સાથે ઘૂંટવામાં આવે તો બન્ને શ્યામ રંગના બની જાય છે, તેમ જીવ અને પુદ્ગલ બન્ને દ્રવ્ય ભેગા મળવાથી પોતાનો સ્વભાવ તજી વિભાવરૂપે પ્રવર્તે છે. એ વ્યવહારનયથી કથન છે. કા
પરગુણરૂપે પરિણમન તે સ્વરૂપ બંધનું સમજો; એવી પરિણતિ તે જ અશુદ્ઘિ, સ્વભાવ ત્યાં જીવ તજતો.