SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિર્મોહી નાથ, અમને શરણે સદાય, રાખો બની જનન, આત્મિક હિત થાય; બોઘામૃતે ઊછેરીએ, ન કમી કશાની, શ્રદ્ધા-પ્રીતિ શિશુ-સમી ગણજો નિશાની. ૧૮ અર્થ – હે નિર્મોહી નાથ! આપ માતા સમાન બનીને, આપના શરણે અમને સદાય રાખો; જેથી અમારા આત્માનું કલ્યાણ થાય. અમે આપના બોઘરૂપી અમૃતનું પાન કરીને સદા ઊછરીએ, જેથી અમારે કોઈ પ્રકારની કમી રહે નહીં. અમે આપના બાળક છીએ. તેની નિશાની શું? તો કે અમારી આપના પ્રત્યે બાળક જેવી શ્રદ્ધા અને પ્રીતિ છે એ જ પ્રત્યક્ષ નિશાની છે. આપ અમારા સર્વસ્વ છો. માટે આપના શરણે રાખીને અમારું અવશ્ય કલ્યાણ કરો. “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ.”-નિત્યક્રમ જિન-ભાવના' નામના પાઠમાં ભગવંત જિનેશ્વર પ્રત્યે પોતાના આત્મકલ્યાણ અર્થે અનેક પ્રકારની ઉત્તમ ભક્તિભાવના ભાવીને, હવે પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના પ્રેરણાદાયી જીવન ચરિત્રને અતિ સંક્ષેપમાં લખવાનો પૂ.શ્રી બ્રહ્મચારીજી પ્રયત્ન કરે છે. છતાં તેના સાત પાઠ થયા છે. તેમાં બાર ભાવનાઓ વગેરે ઉત્તમ બોધની રેલમછેલ કરી છે. તે આત્માને અદ્દભુત પ્રેરણા આપનાર છે. વાંચનારને તેનો અનુભવ થવા યોગ્ય છે. હવે તેની અહીં શરૂઆત કરે છે. (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ (શિવસુખ કારણ ઉપદિશી, યોગતણી અડદિઠ્ઠિ રે–એ રાગ) શ્રીમદ્ સગુરુ રાજજી, વિનય ઉરે ભરનારા રે, વંદન વાર અપાર હો, અમને ઉદ્ધરનારા રે, પ્રભુ પરમ ઉપકારી રે. અર્થ - શ્રીમદ્ સર્ગુરુ રાજચંદ્રજી, અમારા હૃદયમાં વિનય ગુણને વધારનારા છે. કેમકે ‘વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે.” માટે એમને અમારા અનંતવાર વંદન હો. અમને ઉત્તમ આત્મતત્ત્વ સમજાવી સંસારથી ઉદ્ધાર કરનારા એવા પરમકૃપાળુ પ્રભુ અમારા પરમ ઉપકારી છે. ૧૫ા. આદિ જિનેશ્વરની કથા અતિ સંક્ષિપ્ત ઉતારું રે, શુદ્ધ સ્વરૂપ ઉરે રહો, બનજો ભવજળ તારું રે. પ્રભુ અર્થ :- આ ઉત્સર્પિણી કાળમાં આદિ એટલે પ્રથમ તીર્થકર આદિનાથ જિનેશ્વર પ્રભુની કથાને અતિ સંક્ષેપમાં અત્રે ઉતારવાનો પ્રયત્ન કરું છું. એવા ભગવાનનું શુદ્ધ સ્વરૂપ મારા હૃદયમાં સદાય જાગૃત
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy