________________
४४६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રતિમા (૮) આરંભ ત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહ ત્યાગ પ્રતિમા (૧૦) અનુમતિ ત્યાગ પ્રતિમા અને (૧૧) ક્ષુલ્લક શ્રાવક પ્રતિમા.
બારે ય અંગ, વળી તેર કહી ક્રિયા તે, ચૌદે ય પૂર્વ, ગુણસ્થાન બઘાં કહ્યાં છે, તે માર્ગ પૂર્ણ કરુણા કરતા બતાવો, ને શુદ્ધ ભાવ ઉરમાં નિશદિન લાવો. ૧૨
અર્થ - હે પ્રભુ!કૃપા કરી અમને બાર અંગ ભણાવો. તે આ પ્રમાણે :- (૧) આચારાંગ (૨) સૂત્રકતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) (૬) જ્ઞાતાધર્મ કથાંગ (૭) ઉપાસકાધ્યયન અંગ (૮) અંતકૃતદશાંગ (૯) અનુત્તરોપપાદક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્રાંગ અને (૧૨) દ્રષ્ટિવાદ
વળી તેર પ્રકારની ક્રિયાઓની સમજણ આપો. તે આ પ્રકારે છે :- (૧) પ્રયોજનભૂત ક્રિયા – જરૂરી કામમાં છકાય જીવની હિંસા થાય તે (૨) અપ્રયોજનભૂત ક્રિયા - તેમાં વિકથાઓ, નિંદા કરવી, પાપોપદેશ કરવો વગેરે (૩) હિંસાની ક્રિયા - જેમાં કોઈ જીવનો પ્રાણ હણાય એવી ક્રિયા (૪) અજાણક્રિયા - અજાણપણે થતી પાપમાં પ્રવૃત્તિ (૫) અવળી ક્રિયા - વિપરીત સમજણથી થતી ક્રિયા તે. (૬) જૂઠ બોલવાની ક્રિયા (૭) ચોરી કરવાની ક્રિયા (૮) માઠાભાવની ક્રિયા (તન્દુલમસ્યની જેમ) (૯) અહંકારમાન મેળવવાની ક્રિયા (૧૦) ક્રૂર ભાવવાળી ક્રિયા (૧૧) માયાવીની ઠગવારૂપ ક્રિયા (૧૨) લોભથી થતી પાપની ક્રિયા (૧૩) સાધુજીવન જીવવાની ક્રિયા - રત્નત્રયને આરાઘવાની ક્રિયા. આમાં બારેય ક્રિયા ત્યાગવારૂપ છે. અને તેરમી સાધુજીવનની ક્રિયા ઘર્મરૂપ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે.
- ચૌદપૂર્વ કરુણા કરી બતાવો. તે આ પ્રમાણે છે :- બારમા અંગ દ્રષ્ટિવાદના પાંચ ભેદ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વ અને (૫) ચૂલિકા. તેના ચોથા ભેદ પૂર્વમાં આ ચૌદ પૂર્વ છે. તેના નામ નીચે મુજબ છે :- (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી પૂર્વ (૩) વીર્યાનુવાદ પૂર્વ (૪) અસ્તિનાસ્તિ પ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ (૮) કર્મ પ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાન પૂર્વ(૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણાનુવાદ પૂર્વ (૧૨) પ્રાણવાદ પૂર્વ (૧૩) ક્રિયા વિશાલપૂર્વ | (૧૪) કૈલોક્ય બિંદુ સારપૂર્વ
ચૌદ ગુણ સ્થાન બધા કહ્યાં તે પણ સમજાવો. તે આ પ્રમાણે છે :- (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યકુદ્રષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ બાદર (૧૦) સૂક્ષ્મ સાંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગીકેવળી (૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક.
સમ્યક્દર્શનથી લગાવીને ચૌદમા ગુણસ્થાનક સુધીનો સંપૂર્ણ મોક્ષમાર્ગ કરુણા કરી મને બતાવો તથા મારા હૃદયમાં શુદ્ધ ભાવ નિશદિન રહે એવી કૃપા કરો.
સ્તુતિ કરે સુરપતિ પ્રભુજી, તમારી, સંતોષ, પુણ્ય ઉભયે ઉરમાં વઘારી; જો છત્ર સૂર્ય ભણી કોઈ ઘરે બપોરે, છાયા પડે નિજ શિરે, સુખ-શોક હોય. ૧૩
અર્થ – હે પ્રભુ! આપના દર્શનથી ઇન્દ્રના મનમાં પરમ સંતોષ થયો તેમજ પુણ્ય પણ વધ્યું. એમ ઉભય એટલે બેય ભેગા મળવાથી ઇન્દ્ર આપની પરમભક્તિથી સ્તુતિ કરે છે. જેમ કોઈ સૂર્ય સમક્ષ બપોરે છત્ર ઘારણ કરે તો તેના માથા ઉપર છાયા પડે અને સુખરૂપ શોભા પણ થાય. તેમ પ્રભુની સ્તુતિથી અનેકવિઘ લાભ થાય છે.