________________
४०४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ દેહરૂપી મઢી એટલે ઝુંપડીનો મોહ મૂકી દઈ હવે અનાદિની આ શરીરરૂપી કેદથી છૂટકારો પામો. બીજો દેહ ધારણ કરવાનું કારણ પણ આ દેહમાં આત્મબુદ્ધિ છે. તે મૂકી દઈ હવે આત્મામાં આત્મબુદ્ધિ કરો. તે કરવા માટે સમ્યક્દર્શનનાં નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગોની ઉપાસના કરી કર્મરૂપી શત્રુઓનો વિનાશ કરો. If૩પાા
ચઢીને મોક્ષને પંથે મહા આનંદ રસ પામો,
વિસારી સર્વ વિકલ્પો, સમાજો જ્યાં નહીં નામો. ૩૬ અર્થ - હવે અહંભાવ મમત્વભાવનો ત્યાગ કરી મોક્ષના માર્ગે ચઢી શાશ્વત એવા આત્માના મહા આનંદરસને પામો. જે પોતાના આત્માનો જ સ્વભાવ છે. તે અર્થે સર્વ પ્રકારના વિકલ્પોને ભૂલી જઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જઈ સર્વ કાળને માટે સ્વઆત્મસ્વરૂપમાં સમાઈ રહો, જે અનંત સુખસ્વરૂપ અવસ્થા છે. તે સિદ્ધ અવસ્થામાં કોઈ પણ આત્માનું નામ નથી પણ બઘા સિદ્ધ ભગવાન છે. તે સંપૂર્ણ સુખમય દશા પ્રાપ્ત કરવાનું મૂળભૂત કારણ સમ્યગ્દર્શન છે. ૩૬ાા.
સમ્યક્દર્શનની પ્રાપ્તિ વિના જીવનો મોક્ષ નથી. અને વિભાવ ગયા વિના સમ્યક્દર્શન અથવા આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ્યા વિના કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે સર્વ સંસારના મૂળભૂત રાગદ્વેષાદિ વિભાવભાવોનો સર્વથા નાશ કરવો અત્યંત જરૂરી છે. એ વિભાવભાવો આત્મા સાથે કેવી રીતે લાગેલા છે અને તેને દૂર કરવા શું કરવું જોઈએ વગેરેની સમજણ આ પાઠમાં આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે :
(૯૨)
વિભાવ
(રાગ શા માટે તું સૂઈ રહ્યો છે, અચેત ચેતન પ્રાણી)
વિભાવ તજી શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે. તે પદ-પ્રાપ્તિ જે જન ઇચ્છે, તે તો તેને ભજશે.
થઈ લયલીન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. ૧ ' અર્થ - આત્માથી ભિન્ન રાગદ્વેષાદિ વિભાવભાવોને તજી શ્રીમદ્ રાજચંદ્રજી પોતાના સહજ આત્મસ્વરૂપમાં મગ્ન થયા છે. તેથી સર્વ આરાઘક જીવોના હૃદયમાં તે ગમી ગયા છે. એવી ઉત્તમ દશાને પ્રાપ્ત પરમકૃપાળુદેવના ચરણકમળમાં હું ભક્તિભાવે પ્રણામ કરું છું.
સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિને જે જીવ ઇચ્છશે તે તેને ભજશે. પરમકૃપાળુદેવની પરાભક્તિમાં તન્મય થઈ તે સર્વ વિભાવભાવોનો ત્યાગ કરશે. ૧ાા