SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ ૪૨૭ અર્થ – તે સહજ પ્રમાદવશ હાસ્ય વચનોથી દુર્યોધનના મનમાં વેર વસ્યું. તેથી દ્રૌપદીને જુગારમાં જીતીને ભરી રાજસભા મધ્યે માસિક-કાળે તેના ચીર તાણ્યા. જુઓ અલ્પ શિથિલતાનું ફળ! ૨૪ ભીમે દુર્યોધન હણવાની ભીખ પ્રતિજ્ઞા લીથી, મહાભારતીય યુદ્ધ હિંસા અકથ્ય હાસ્ય કીથી. દેવા અર્થ :- આવું દુર્યોધનનું કૃત્ય જોઈને ભીમે દુર્યોધન હણવાની ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તેના ફળસ્વરૂપ મહાભારતનું યુદ્ધ મંડાયું અને અકથ્ય એટલે નહીં કહી શકાય એવી જીવોની ભયંકર હિંસા થઈ. તેનું કારણ અલ્પ પ્રમાદવશ કરેલ દ્રૌપદીનું હાસ્ય હતું. માટે જે કાંઈ બોલવું તે બહુ વિચારીને બોલવું, નહીં તો ભયંકર અનર્થનું કારણ પણ થઈ જાય. રપા નેપોલિયન-પૅવન વળી જોજો, મહાપ્રતાપી શ્રો, યુદ્ધ સર્વે ઘાર્યા જીત્યો, બુદ્ધિમાં પણ પૂરો. દેવા અર્થ – નેપોલિયન બોનાપોર્ટના જીવનને પણ જોજો. તે મહાપ્રતાપી શૂરવીર હતો. તેણે સર્વે ઘારેલા યુદ્ધો જીત્યા. તે બુદ્ધિમાં પણ પૂરો હતો. રા કૂચ કરે નિજ સૈન્ય મોખરે જરા વાર તે સૂતો, છેલ્લા સૈનિકને દઈ હુકમ જગાડવા, તે ચૂક્યો. દેવા અર્થ – પોતાની સેના મોખરે એટલે આગળકૂચ કરવા લાગી. નેપોલિયન છેલ્લા સૈનિકને જગાડવાનો હુકમ આપી જરાવાર સુતો. પણ તે સૈનિક જગાડવાનું ભૂલી ગયો. રશા વખતસર પહોંચી ના શકતાં અંતિમ યુદ્ધ ખોયું મહારાજ્ય લગભગ યુરપનું; અલ્પ ઊંઘ-ફળ જોયું? દેવા અર્થ :- હવે વખતસર ત્યાં પહોંચી ન શકતાં અંતિમ યુદ્ધમાં લગભગ યુરોપનું મહારાજ્ય જે પોતે જીતી ગયો હતો તે બધું ખોયું. અલ્પ ઊંઘ કરવાનું શું ફળ આવ્યું તે તેણે જોયું. માટે અલ્પ પ્રમાદથી મહાદોષ ઉત્પન્ન થાય છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ૨૮ મહાવીર-જીવનમાં જાઓ, ચક્રવર્તી-સુત-સુખો ત્યાગે ઋષભપ્રભુના સંગે, ખમવા ભારે દુઃખો. દેવા અર્થ - મહાવીર ભગવાનનો જીવ પૂર્વભવમાં ભરત ચક્રવર્તીનો પુત્રી મરીચી નામે હતો. ત્યારે ચક્રવર્તીનો પુત્ર હોવા છતાં બઘા સુખો છોડી, ચારિત્ર ઘર્મના ભારે દુઃખોથી ખમવા માટે તૈયાર થઈ, શ્રી ઋષભદેવપ્રભુના સંગનો સ્વીકાર કર્યો હતો. રા. અલ્પ વચન ઉસૂત્ર કહ્યાથી, બહુ ભવ ઊભા કીઘા, અલ્પ શિથિલતાનાં ભારે ફળ, દીર્ઘકાળ લગી લીઘાં. દેવા અર્થ - પછી ચારિત્રઘર્મ નહીં પાળી શકવાથી મરીચીએ દીક્ષા છોડી ત્રિદંડી સંન્યાસ ધારણ કર્યું. એકવાર તે વ્યાધિ ગ્રસ્ત થવાથી શિષ્ય બનાવવાની ઇચ્છા થઈ. કપિલે આવી એકદા ઘર્મ વિષે પૂછ્યું;
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy