SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ શ્વાન મંત્રીનો તેની સાથે, બાઝ્યો લડવા દોડી, પોતાના હૂઁતરાના પક્ષે, લડ્યા દાસ શિર ફોડી. દેવા અર્થ ઃ— જાફરિયાને જોઈ મંત્રીનો કૂતરો તેની સાથે લડવા દોડીને બાઝ્યો. બન્ને કૂતરાનો પક્ષ લઈ - તેના દાસો પરસ્પર લડવા મંડ્યા અને એક બીજાના માથા ફોડી નાખ્યા. ।।૧૮।। ૪૨૬ વાસ્તક-મંત્રી ચિંતવતો ત્યાં : દીર્ઘદૃષ્ટિ દીર્ઘદૃષ્ટિ મુનિ કેવા! કરુણા કાજે ભિક્ષા ત્યાગે, ધન્ય ધન્ય મુનિ એવા. દેવા અર્થ :– આ બધું જોઈ વાસ્તક-મંત્રી ચિંતવવા લાગ્યો કે અહો! આ મુનિ કેવા દીર્ઘદૃષ્ટિવાળા છે. કે જેના જ્ઞાનમાં પ્રમાદથી ગળપણનું એક ટીપું પડવાથી કેટલા મહાદોષ ઉત્પન્ન થઈ શકે તે જણાય છે. તેથી કરુણાના કારણે જેણે ભિક્ષાનો પણ ત્યાગ કર્યો, એવા મહામુનિને ધન્ય છે, ધન્ય છે. ।।૧૯।। મંત્રી લીન થયા વિચારે, ગતભવ-સ્મરણે જાગ્યા, સ્વયંબુદ્ધ થયા કેવી ત્યાં, દેવો પૂંજવા લાગ્યા. દેવા = અર્થ :— મંત્રી આવા વિચારમાં લીન થઈ જવાથી પૂર્વભવનું સ્મરણ થતાં જાગૃત થઈ ગયા. ત્યાં જ ક્ષપક શ્રેણી માંડી કોઈના ઉપદેશ વગર સ્વયંબુદ્ધ થઈ કેવળજ્ઞાનને પામ્યા. તેથી દેવો આવી તેમને પૂજવા લાગ્યા. ॥૨॥ મધુ-બિંદુસમ અલ્પ શિથિલતા, યુદ્ધ ભયંકર ભાળી, વિચારવાન જીવો મંત્રી સમ, દે સૌ દોષો ટાળી. દેવા અર્થ :– સાકર મિશ્રિત ખીરના એક બિન્દુ માત્રની અલ્પ શિથિલતાથી થયેલ ભયંકર યુદ્ધને ભાળી વિચારવાન જીવો, મંત્રીની જેમ સર્વ દોષોને ટાળી પોતાના આત્માનું ક્લ્યાણ સાધશે. ।।૨૧।। (૩) માયા-મંડપ મયદાનવ-કૃત, સ્થળ-જળ એક જણાવે, દુર્યોઘન જળને સ્થળ જાણી, પટકુળ નિજ ભીંજાવે. દેવા અર્થ :– મયદાનવકૃત એટલે દાનવોના શિલ્પી દ્વારા બનાવેલ એક માયા મંડપ હતો. જેમાં સ્થળના ઠેકાણે જળ દેખાય અને જળના ઠેકાણે સ્થળ જણાય. ત્યાં દુર્યોધન જળને સ્થળ જાણી ચાલ્યો. તેથી પટકુળ એટલે તેના કપડાં ભીંજાઈ ગયા અને જ્યાં પાણી નહોતું ત્યાં પાણી દેખાવાથી કપડાં ઊંચા લીધા. ।।૨૨।। દ્રૌપદી યૌવન-મઠમાં ભૂલી, સહજ હાસ્ય-સહ બોલી : “અંધ પિતાના પુત્રો અંઘા,” વગર વિચાર્યે, ભોળી. દેવા અર્થ :— દુર્યોધનના કપડાં ભીંજાયેલા જોઈ યૌવન-મદમાં ભૂલેલી એવી દ્રૌપદી સહજ હાસ્ય સાથે બોલી ઊઠી કે ‘અંઘ પિતાના પુત્રો અંધા' એમ વગર વિચાર્યે તે ભોળીએ કહી દીધું. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર આંધળા હતા. તેથી તેં પણ આંધળા જેવું વર્તન કર્યું; એવા ભાવમાં દ્રૌપદીએ કહ્યું. ।।૨૩।। દુર્યોધન-ઉર વૈર વસ્યું તો, દ્રૌપદી દ્યુતે જીતી; ભરી સભામાં માસિક-કાળે, ચીર તાણ્યાં; શી વીતી! દેવા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy