________________
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
૪ ૨ ૧
માટે તે જરૂર હિંસા છે.
જીંવ-વઘ કષાય-હેતુ તે, આત્મઘાતકૂંપ જાણ,
મંદ કષાયે ઑવ બચે, નિજ રક્ષા તે માન. ૨૬ અર્થ :- જીવોને મારવાના ભાવ તે કષાયના કારણે છે. માટે કષાયને આત્મગુણોના ઘાતક જાણ. મંદ કષાયના ભાવોથી જીવ પાપ કરતો અટકે છે; તેથી જીવો મરતા બચે છે. માટ મંદ કષાયને આત્માની રક્ષાના સાઘન માન.
દેવ, અતિથિ શ્રાદ્ધ કે ઔષધ આદિ કાજ
હિંસા કરનારો ગ્રહે નરકે જતું જહાજ; ૨૭ અર્થ - કોઈ ઘર્મમુગ્ધ હૃદયવાળા એમ કહે છે કે ઘર્માર્થે દેવોને બલિ ચઢાવવામાં કોઈ દોષ નથી. એમ માની કોઈ ઋષિ આદિ અતિથિ નિમિત્તે હિંસા કરે છે. કોઈ પિતાના શ્રાદ્ધ અર્થે જીવોની ઘાતમાં પ્રવર્તે છે. કોઈ વળી ઔષઘ અર્થે જીવોની હિંસા કરે છે. એમ સ્વચ્છેદે હિંસા કરનારો દુર્બદ્ધિ જીવ, નરકે જતાં જહાજને પકડી, પોતે પણ તેમાં બેસી નરકે જાય છે.
તો જિહા-લોલુપતા, યુદ્ધ-વૃદ્ધતા, વેષ
જીંવ-વઘનાં કારણ, અરે!દે કદીયે સુખ-લેશ? ૨૮ અર્થ - જે જીવમાં જીભની લોલુપતા છે, યુદ્ધ કરવામાં આસક્તિ છે કે વેરઝેરરૂપ દ્વેષ રાખવામાં રાજી છે તે જીવ વઘના કારણોને સેવે છે. અરે ! આવા ભાવો તે કદી લેશ પણ સુખ આપશે? નહીં આપે.
મૂઢ જનો વળી માનતા : હિંસક સિંહાદિક
માર્યાથી બહુ ર્જીવ બચે, હણતાં ઘર્મ અધિક. ૨૯ અર્થ :- વળી મૂઢ જનો એમ માને છે કે સિંહાદિક હિંસક પ્રાણીઓને મારવાથી બીજા ઘણા જીવોના પ્રાણ બચશે. માટે એવા જીવોને મારવાથી ઘર્મની વિશેષ વૃદ્ધિ થાય.
એ ન્યાયે હિંસક બઘા, હણવા યોગ્ય ગણાય;
માણસ પણ હિંસક ઘણા, સૌને કેમ હણાય? ૩૦ અર્થ :- એ ન્યાયથી જોતાં તો બઘા હિંસા કરનારાઓ હણવા યોગ્ય ગણાય. માણસોમાં પણ ઘણા જીવો હિંસક વૃત્તિના છે તો તેને પણ હણવા જોઈએ; પણ તે સર્વને કેમ હણાય? હણવાનો ભાવ પણ હૃદયમાં લાવવો તે જીવને ભયંકર દુર્ગતિનું કારણ થાય છે.
દુઃખે રિબાતા ઍવો, માર્યો છૂટી જાય,
દયાળુ ના દેખી ખમે, એવાં દુઃખ જરાય. ૩૧ અર્થ - કોઈ કહે: ગાય, ભેંસ વગેરે રોગથી રિબાતા હોય તો તેને મારવાથી તે જીવો દુઃખથી છૂટી જાય. દયાળુ પુરુષો એવા દુઃખને દેખી જરાય ખમી શકતા નથી; માટે તે દુઃખી પ્રાણીઓ મારવા યોગ્ય છે.
અવિચારી એવું ગણી જીંવ-વઘમાં પ્રેરાય, માર્યાથી સુખ જીવને થશે, માત્ર કલ્પાય. ૩૨