________________
૫૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સમ્યગ્દર્શન બહુ જન પામે, વ્રતી બને શક્તિ દેખી.
અવધિ આદિ જ્ઞાન જગાવે, સમાધિ-સુખ પરમ લેખી. ૨૨ અર્થ - તેરમા ગુણસ્થાને રહેલા સર્વજ્ઞ ભગવાન દિવ્ય ધ્વનિવડે ઉપદેશ આપી ઘણા જીવોને અત્યંત ઉપકારી થાય છે. તથા વિહાર કરી લોકોના મનને આત્મકલ્યાણ માટે ઉત્સાહિત કરીને જીવન જાગૃતિ અર્પે છે. તેથી ઘણા જીવો સમ્યગ્દર્શનને પામે છે અને પોતાની શક્તિ જોઈ ઘણા જીવો વ્રતને પણ ઘારણ કરે છે. તથા આત્મામાં સમાધિનું પરમસુખ છે એમ જાણી કેટલાક જીવો પુરુષાર્થ કરીને અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાનને પ્રગટાવે છે. જરા
કર્મ-શત્રુ સૌ ક્ષય કરવાને અયોગી પદ તે આરાધે, શૈલેશીકરણે સ્થિરતા લે, સહજ નિત્ય નિજ પદ સાથે; અનંત અવ્યાબાઇ સુખે તે મોક્ષ અનુપમ અનુભવતા,
અજર, અમર, અવિનાશી પદને કેવળી પૂર્ણ ન કહી શકતા. ૨૩ અર્થ – હવે તેમાં ગુણસ્થાને રહેલા સયોગી કેવળી ભગવાન આયુષ્યકર્મ પૂરું થવા આવે ત્યારે અંતમાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચારે અઘાતીયા કર્મરૂપી શત્રુનો ક્ષય કરવા માટે છેલ્લા ચૌદમા અયોગી ગુણસ્થાનકને પામે છે. ત્યાં શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ કરીને પોતાના સહજ નિત્ય શાશ્વત આત્મપદને પ્રાપ્ત કરે છે. તેથી જન્મમૃત્યુના વિકારવાળો સંસારરૂપી રોગ તેમનો સર્વથા અહીં ટળી જાય છે.
આ ચૌદમાં ગુણસ્થાને સર્વ મનવચનકાયાના યોગની ક્રિયા અટકી જવાથી સિંહ જેમ પાંજરામાં હોવા છતાં તેનાથી જુદો રહે છે તેમ સર્વજ્ઞ ભગવાન આ ચૌદમાં ગુણસ્થાનકમાં દેહરૂપી પીંજરથી સર્વથા જુદા થાય છે. એ અવસ્થા અ ઇ ઉ ઋ છું એ પાંચ હસ્વ સ્વર બોલીએ તેટલો કાળ રહીને આયુષ્યના અંતે એક સમયવાળી ઊર્ધ્વ ગતિથી સિદ્ધાલયમાં જઈ સદાને માટે ત્યાં બિરાજમાન થાય છે.
મોક્ષમાં અનંત અવ્યાબાધ એટલે બાઘાપીડા રહિત એવા અનુપમ સુખનો અનુભવ કરે છે. તે સુખ કેવું છે? તો કે આ લોકમાં જેટલા સુખના પદાર્થો કહેવાય છે તે બધા સુખનો સરવાળો કરીએ તેથી અનંતગણું સુખ મોક્ષમાં તે અનુભવે છે.
એવા અજર, અમર, અવિનાશી અનંત મોક્ષસુખના પદને કેવળી ભગવાન પણ પૂર્ણપણે કહી શકતા નથી. કેમકે તે માત્ર અનુભવગોચર છે પણ વચનગોચર નથી.
અનુભવ-ગોચર એ પદ પામો સૌ સ્વાનુભવથી ભવ્યો! સદ્ગુરુ-બોઘ સુણી વિચારી કરતા જે જન કર્તવ્યો, આશ્રયભક્તિ તેને ઊગે, શિવ-સુખ-સુખડી-સ્વાદ લહે,
કરી કલ્પના-જય તે પ્રેમે પામે પદ તે કોણ કહે?” ૨૪ અર્થ - હે ભવ્યો! તમે પણ સર્વે સ્વાનુભવ કરીને મોક્ષના અનુભવગોચર સુખને પામો. તે કેવી રીતે? તો કે જે સદ્ગુરુના બોઘને સાંભળી, વિચારીને તે પ્રમાણે કર્તવ્યો કરશે અર્થાત્ તે પ્રમાણે વર્તશે. તેને સદ્ગુરુનો સાચો આશ્રય પ્રાપ્ત થશે. તેને સાચી ભક્તિ પ્રગટશે. તે ભક્તિના બળે શિવસુખ એટલે