________________
૫૮૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એટલે ચિત્તની ચંચળતા, અસ્થિરતારૂપ દોષ જવાથી ચિત્તની એકાગ્રતા વધતી જાય છે. તેના ફળસ્વરૂપ આ દ્રષ્ટિમાં આવેલ જીવને ભાવ પ્રાણાયામની પ્રાપ્તિ હોય છે. દ્રવ્ય પ્રાણાયામમાં શ્વાસ બહાર કાઢવો તે રેચક, શ્વાસ અંદર લેવો તે પૂરક, અને શ્વાસની સ્થિરતા કરવી તે કુંભક કહેવાય છે. જ્યારે ભાવ પ્રાણાયામમાં પાપોની પ્રવૃત્તિ અને સંકલ્પ-વિકલ્પોરૂપ બાહ્યભાવ છૂટી જાય તે રેચક તથા સગુણોને ગ્રહણ કરવાનો વિચારરૂપ ભાવ ઊપજે તે પૂરક અને શુભ અશુભ વિકલ્પો બંઘ પડી બોઘબળે ભાવોની સ્થિરતા થાય તેને કુંભક જાણો. એ રીતે વૃત્તિને રોકે છતાં આ ચોથી દ્રષ્ટિવાળાને આત્માનો અનુભવ ન હોવાથી ભાવ પ્રાણાયામ પણ દ્રવ્યરૂપ છે. દ્રવ્યપ્રાણ એટલે શ્વાસોચ્છવાસ અને મનને સંબંધ છે. જેમ જેમ શ્વાસોચ્છવાસ મંદ થાય તેમ તેમ મન શાંત થાય છે. એ દ્રવ્ય અને ભાવ પ્રાણાયામ આ ચોથીવૃષ્ટિનું અંગ ગણાય છે.
આ દ્રષ્ટિમાં આવેલ જીવ સાચા અંતરના ભાવે શ્રી ગુરુની ભક્તિ કરે છે. લીઘેલ વ્રતને તોડતો નથી. તે પોતાના પ્રાણ જતાં કરે પણ સદ્ગુરુ આજ્ઞાએ જે ઘર્મનું આરાઘન કરતો હોય તે છોડે નહીં. આજ્ઞાને જ ઘર્મ માની પ્રાણ કરતા પણ તેને અધિક સમજે. ઘર્મ એ આત્માનો ભાવ પ્રાણ છે. જેમકે શ્રી ગુરુ પાસે ભીલે કાગડાનું માંસ ન ખાવાનું વ્રત લીધું. તે માટે પ્રાણ જતાં કર્યા પણ વ્રત ન ભાંગ્યું; તો તે શ્રેણિક મહારાજા થઈ ભગવાન મહાવીરની ભક્તિથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. દેહ તો ફરી મળે પણ જ્ઞાનીની આજ્ઞા મળવી બહુ દુર્લભ છે, એમ જાણી ગમે તેવા લાલચને વશ થઈ તે ઘર્મને તજે નહીં. એવું આ દૃષ્ટિનું રહસ્ય છે. એટલી તૈયારી જે જીવમાં હોય તે સમકિતને પામે છે. આ દૃષ્ટિવાળાની આવી યોગ્યતા હોય છે. ૧૪
સૂક્ષ્મ બોઘનો અભિલાષી તે, “મેં જાણ્યુંએમ ન માને, સત્સંગતિ સન્શાસ્ત્રો સેવે, નહિ તણાય કુતર્કતાને; કદાગ્રહોના ઝઘડા તાઁ તે સત્ય શોઘ ભણી વળતા રે,
શબ્દાડંબર કે કીર્તિના કાદવમાં નહિ કળતા રે. ૧૫ અર્થ :- આ ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ સૂક્ષ્મબોધનો અભિલાષી હોય છે. સૂક્ષ્મબોઘ તે સંસારથી તારનાર અને કર્મને ભેદનાર છે. સૂક્ષ્મબોઘ એટલે ચેતન અથવા જડ પદાર્થોનું અનંત ઘર્માત્મક સ્વરૂપ જેમ છે તેમ અંતરમાં સમજાવું છે. તે સમજવાની ઇચ્છા હોવાથી “મેં જાણ્યું' એમ તે માનતો નથી. આ દ્રષ્ટિવાળાને સમ્યકજ્ઞાન એટલે આત્માનો અનુભવ અર્થાત્ વેદન નથી. પહેલી આ ચાર દ્રષ્ટિમાં આત્માનુભવરૂપ સ્વસંવેદન નથી. તેથી તે અવેદ્ય સંવેદ્ય પદ કહેવાય છે. જાણવા યોગ્ય એવા બંઘ કે મોક્ષના કારણોનું જ્ઞાન નહીં તે અવેદ્ય પદ અને જાણવા યોગ્ય આત્માદિ પદાર્થનું સંવેદન એટલે સમ્યફ રીતે વેદન નહીં તે અસંવેદ્ય પદ છે. આત્માનું સાક્ષાત્ વેદન અથવા અનુભવ તે પાંચમી દ્રષ્ટિમાં આવેલ જીવને હોય છે. ત્યાં ગ્રંથિભેદ અથવા સમકિત થવાથી તેને વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત હોય છે. તેથી પાપની પ્રવૃત્તિ તે માત્ર કર્મના ઉદયમાં પરવશપણે ન છૂટકે કરે છે. તે સંસારના કાર્યોમાં મન વગર વૈરાગ્ય સહિત પ્રવર્તવાથી તેની પ્રવૃત્તિ નવીન કર્મબંધનું કારણ થતી નથી; પણ પૂર્વકર્મની બળવાન નિર્જરા થાય છે. તેની તે છેલ્લી પાપ પ્રવૃત્તિ કહેવાય છે.
જ્યારે ભવાભિનંદી એટલે સંસારમાં જ આનંદ માનનારા જીવનું અવેદ્ય પદ એટલે અનાદિનું