________________
૫૮ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - કોઈ એક બીજાને દેખી ભક્તિ કરે છે. પછી ધંધે વળગી બધું ભૂલી જઈ માયા પ્રપંચ કરે છે. સમય પસાર કરવા ભજન કીર્તન કરે છે પણ ભક્તિ કરવાનું પ્રયોજન શું છે તેનો કોઈ હૃદયમાં વિચાર કરતા નથી. પણ ભગવાનની ભક્તિના નામે ગાયન કરવાનું મળે છે અને તેની તાનમાં લીન થવાનું બને છે. વળી ભક્તિના ફળમાં તરત મિષ્ટાન્ન મળે છે એમ ગણી બઘા ટોળામાં ભેગા થાય છે. પણ જ્યાંથી આત્માની ઉન્નતિ થાય અને ગુણો પ્રગટે એવા સાચા ભક્ત મંડળમાં તે ભળતા નથી. કા
વળી વળે કોઈ સન્માર્ગે, પ્રતિક્રૂળ પરિષહ સહી ન શકે, તુચ્છ વિષયમાં તણાય કાં તો માન મળે ત્યાં સુઘી ટકે; લોકલાજ કે સ્વજન-કુટુંબી ખેંચે ત્યાં ખેંચાય વળી,
દેહ-દુઃખના ખમી શકે કો, નીચે ઢાળે જાય ઢળી. ૭ અર્થ – વળી કોઈ પુણ્યયોગે સન્માર્ગમાં આવે છે, ત્યાં પ્રતિકૂળ પરિષહ સહન કરી શકતા નથી. જેમ શ્રેણિક મહારાજાના પુત્ર મેઘકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. રાત્રે મુનિઓ એકી કરવા જતાં પોતાને ઠોકરો વાગવાથી સવારે હું તો પાછો ઘેર ચાલ્યો જઈશ એવો વિચાર આવ્યો. ત્યારે ભગવાને દેશનામાં કહ્યું : મેઘકુમાર તું પૂર્વભવમાં કોણ હતો? હાથી હતો. સસલાની દયા પાળવાથી તું આ માનવદેહ પામ્યો છું. એ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું અને ચારિત્ર ઘર્મમાં સ્થિર થયા.
વળી કોઈ મન્સૂરિ જેવા દીક્ષા લઈ સ્વાદની લંપટતા જેવા તુચ્છ વિષયમાં તણાઈને યક્ષ બન્યા. કોઈ માન મળે ત્યાં સુધી ઘર્મમાં ટકે, પછી છોડી દે. કોઈને વૈરાગ્ય આવ્યો હોય છતાં લોકલાજથી કે સ્વજન કુટુંબી જ્યાં ખેંચે ત્યાં ખેંચાઈ જાય. કોઈ વળી ચારિત્ર લઈ દેહ દુઃખ ખમી શકે નહીં તેથી ચારિત્રઘર્મમાં શિથિલાચાર સેવી નીચે ઢાળે ઢળી જાય. જેમકે એક પિતા પુત્રે દીક્ષા લીધી. પુત્ર શિથિલાચારી બની પિતાને કહે : પિતા મારાથી તડકો સહન નહીં થાય, મારે જોડા વગર નહીં ચાલે,મારે ખાવામાં મિઠાઈ જોઈએ, પછી જ્યારે કહ્યું કે મારાથી બ્રહ્મચર્ય નહીં પળાય ત્યારે પિતાએ કહ્યું : જા નીકળી જા. તે મરીને પાડો થયો. પિતા દેવ થયા. માયાથી દેવે પાડા ઉપર ખૂબ ભાર ભરી ચલાવતા કહ્યું : મારે આના વગર નહીં ચાલે, તેના વગર નહીં ચાલે વગેરે કહેતા પાડાને જાતિસ્મરણજ્ઞાન થયું અને પશ્ચાત્તાપથી અનશન કરી દેવપણાને પામ્યો. આશા
અપૂર્વ મોક્ષ-મહાભ્ય ટકે ના, લૌકિક ભાવે મન ભમતું, જેની મનમાં શ્રદ્ધા બેઠી, તેમાં ચિત્ત રહે રમતું; મોહ વિષે મન રોકાતું ત્યાં ભક્તિ-ભાવો મંદ થતા,
ઉત્તમતા જેની મન માને, તેના ભાવ સ્વયં સ્ફરતા.”૮ અર્થ - મોક્ષનું માહાસ્ય અપૂર્વ છે. છતાં તે ન સમજાયાથી સંયમમાં મન ટકતું નથી. જેથી લોકરંજન કરવા અર્થે સર્વસંગ પરિત્યાગ કરીને પણ દોરા ઘાગા કરે. મનમાં ઇન્દ્રિયના ભોગોમાં સુખ છે એવી શ્રદ્ધા હોવાથી તેમાં ચિત્ત રમ્યા કરે. વળી કુટુંબ કે ચેલાએલીમાં મોહ હોવાથી ત્યાં મન રોકાઈ રહે છે. જેથી ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવો મંદ થઈ જાય છે. અને જે વસ્તુની ઉત્તમતા મન માને તેના ભાવો આપોઆપ સહજે સ્કૂર્યા કરે છે. દા.