SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દશાને પામી આત્મજ્ઞાની થયા. (૯૪) અહિંસા અને સ્વચ્છંદતા કહે, “જીવ મરતો નથી, માનો સાચી વાત; વ્યવહા૨ે શાસ્ત્રે દયા, માત્ર બંધ-પંચાત.’’ ૧૪ = અર્થ :– એકાંત નિશ્ચયવાદી કહે છે કે જીવ કદી મરતો નથી, એ વાતને સાચી માનો. શાસ્ત્રમાં જે વ્યવહારથી દયા પાળવા કહ્યું છે તે બધી કર્મબંધની પંચાત છે; અર્થાત્ દયા પાળવાથી શુભકર્મનો બંઘ થાય અને તેના ફળ ભોગવવા જીવને દેવગતિમાં ખોટી થવું પડે; પુણ્ય પણ મોક્ષ પ્રાપ્તિમાં બાધક છે, એમ કહી પોતે અશુભમાં પ્રવર્તે છે. બંઘદશા સમજે નહીં, તે શાથી મુકાય ? ભૂખ્યું પેટ ભલે રહે, શાને ખાવા જાય? ૧૫ ૪૧૯ અર્થ :નિશ્ચયાભાસી જીવો, રાગદ્વેષના ભાવોથી થતી આત્માની બંધદશાને યથાર્થ સમજતા નથી, તો તે કર્મબંઘી કેવી રીતે મુકાય? એવા જીવોને કહ્યું હોય કે તમારું પેટ ભુખ્યું થાય ત્યારે ભલે તે ભુખ્યું રહે; તમે શા માટે ખાવા જાઓ છો? કેમ કે પેટ ભુખ્યું રહેવાથી કંઈ આત્મા મરતો નથી. તે તો અજર અમર છે; તો ખાવાની ફિકર શા માટે કરો છો? એમ મર્મવાળી વાતથી કદાચ ઠેકાણે આવે. મરણ વખતની વેદના જીવને કેવી થાય? તેનો ખ્યાલ કરી જાઓ, તો હિંસા સમજાય. ૧૬ અર્થ :– મરણ વખતની વેદના જીવને કેવી થાય? તેનો વિચારવડે ખ્યાલ કરી જુઓ તો હિંસાનું સ્વરૂપ સમજાય. ચંદ્રસિંહ રાજા શિકાર કરવા જતાં જ્યારે ગહન ઝાડીમાં સિંહ, સાપ અને પોતાની જ બહાર નીકળેલી તલવાર વચ્ચે સપડાઈને મરણ નજીક જાણી કેવા વિચારે તે ચઢી ગયો હતો કે હવે મને કોઈ મરણથી બચાવે તો તેને મારું સઘળું રાજ્ય, રાણીઓ સર્વ આપી દઉં અને તેનો જીવનપર્યંત દાસ ધઈને રહે. એમ આપણને પણ આજે કોઈ અવશ્ય મારી નાખશે એમ કલ્પના કરીને એકાંતમાં થોડીવાર વિચાર કરી જોઈએ તો મરણનો કેવો ભય જીવને લાગે છે તેનો ખ્યાલ આવશે. તો બિચારા નિરપરાધી જીવોને સમૂળગા પ્રાણથી હણી નાખતા તેમને કેટલું ભયંકર દુઃખ થતું હશે? અહો આશ્ચર્ય છે કે એનો ખ્યાલ પણ પાપી જીવોને આવતો નથી. જે અજ્ઞાની જીવને દેહ ઉપર છે પ્રેમ, તેને કચરી મારતાં હઠે ન સમજું કેમ ? ૧૭ અર્થ :— જે અજ્ઞાની જીવને આપણી જેમ પોતાના દેહ ઉપર હાડોહાડ પ્રેમ છે તેને પોતાના અલ્પ = આનંદ ખાતર હણી નાખતાં સમજુ કહેવાતો માણસ કેમ પાછો હટતો નથી? ની આજ્ઞા ભગવંતની : 'વર્તો ફાવે તેમ'; પણ યત્નાથી વર્તતાં, પામો કુશળક્ષેમ. ૧૮ અર્થ :– ભગવાનની આજ્ઞા તમે ‘ફાવે તેમ વર્તે' એવી નથી. પણ હાલતા, ચાલતા, ખાતા, પીતા, - બોલતા કે કોઈ પણ વસ્તુ લેતા મૂકતા, મલ ત્યાગ કરતા વગેરે બઘુ તો જીવોની હિંસા ન થાય એવા ઉપયોગપૂર્વક, યત્નાસક્તિ વર્તવાની આજ્ઞા છે. એ કરશો તો તમે કુશળ ક્ષેમ એટલે કલ્યાણને પામશે.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy