________________
૫૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
લૂલો છે, તો કોઈ લંગડો છે, કોઈ કાણો છે તો કોઈ બુદ્ધિહીન છે, કોઈ મૂંગો છે તો કોઈ બહેરો છે, કોઈ આંઘળો છે. પરભવને જો ન માનીએ તો કયા કારણે આ બઘા ખંડિત અંગવાળા ઉત્પન્ન થયા? એ વિચારીએ તો પૂર્વભવની પ્રતીતિ આવે છે. ll૧૧.
કહો, વારસો! તે ના સાચું; સમાન વારસ ના ભાળો, ભાવ વડે સૌ ભેદ કહો તો, ભાવ-હેતુ પણ નિહાળો. કર્મ વિના નહિ સાચો હેતુ વિચારતાં બીજો જડશે;
પૂર્વ કર્મ માનો તો પરભવ પરાણે ય ગણવો પડશે. ૧૨ અર્થ - કોઈ એમ કહે કે એ તો વારસાગત મળ્યું છે પણ તે વાત સાચી નથી. કેમકે પિતા બુદ્ધિશાળી હોય અને તેનો પુત્ર બુદ્ધિહીન પણ હોય છે. વળી બીજો પુત્ર બુદ્ધિશાળી પણ હોય છે. તથા ભગવાન મહાવીરના સમયમાં પિતા કાલસૌકરિક કસાઈ હોવા છતાં તેનો પુત્ર સુલસ દયાળુ હતો. ત્યારે કોઈ એમ કહે કે જીવોના ભાવ જુદા જુદા હોવાથી દરેક વ્યક્તિમાં ભેદ પડે છે. જેમકે પિતા કાલસૌકારિક કસાઈના ભાવ ક્રૂર હતા અને પુત્ર સુલસના ભાવ દયાળુ હતા, માટે પિતા-પુત્રમાં ભેદ પડ્યો. તો પછી પિતાને ક્રુર અને પુત્રને દયાળુ એમ જુદા જુદા ભાવ થવાના કારણો શું? તેની તપાસ કરો. તે તપાસ કરતાં પૂર્વભવના સંસ્કાર સિવાય બીજો કોઈ કારણ વિચારતાં જડશે નહીં. અને જો તે ક્રુરતા કે દયાળુપણાના ભાવ પૂર્વભવના સંસ્કાર માનીએ તો પરભવ છે જ; એ પરાણે પણ માનવું પડશે. ૧૨ા
વૃક્ષ બીજથી, બીજ વૃક્ષથી, પરંપરાનો પાર નહીં; તેમ શુભાશુભ ભાવે ભવ કરતો ર્જીવ સંસાર મહીં; અશુદ્ધ ભાવ શુભાશુભ જાણો બીજ પુણ્યને પાપ તણાં,
સુખ-દુઃખટ્ટેપ ફળ સંસારે ચાખી બાંઘે કર્મ ઘણાં. ૧૩ અર્થ - બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ, એ પરંપરા અનાદિકાળથી છે. એનો કોઈ પાર નથી. તેમ જીવ પણ આ સંસારમાં અનાદિકાળથી દરેક ભવમાં શુભાશુભ ભાવ કરતો આવ્યો છે. શુભાશુભ ભાવને અશુદ્ધભાવ જાણો; તે પુણ્ય અને પાપના બીજ છે. શુભ અશુભભાવના ફળ સુખદુ:ખ આવે છે. તેને આ સંસારી જીવ ચાખી એટલે ભોગવી તે નિમિત્તે ફરી રાગદ્વેષ કરી નવા ઘણા કર્મ બાંધે છે. એ પરંપરા અનાદિથી ચાલું છે. ૧૩
નરકગતિમાં દુઃખ એકલાં, નિરંતર બહુ કાળ સહે, નિગોદમાં નિશ્ચેષ્ટપણે તે જન્મમરણ કરતો જ રહે; સુર-સુખ કોઈક કાળે પામે, આત્મિક સુખ તો ત્યાંય નહીં;
દુર્લભ નરભવ મહા પુણ્યથી પામે, ત્યાં તક ખરી કહી. ૧૪ અર્થ - અશુભ કર્મના ફળમાં જીવ નરકગતિમાં નિરંતર એકલો ઘણા કાળ સુઘી દુઃખને સહન કરે છે. તથા નિગોદમાં તે ચેષ્ટારહિતપણે માત્ર જન્મમરણ જ કરતો રહે છે. દેવલોકના સુખ, જીવ કોઈક વાર પામે છે. ત્યાં પણ આત્મિક સુખ નથી; માત્ર ઇન્દ્રિયોથી ભોગવાતું ક્ષણિક સુખ છે. આ દુર્લભ માનવદેહને જીવ મહાપુણ્યના ઉદયથી પામે છે. ત્યાં આત્માનું કલ્યાણ કરવાની ખરી તક છે. કેમકે