SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ દૂર ગળચવો કરતાં ગ્રીવા, સલિલ વિના ની કેવી? હાર ઉતાર્યું ઉરની શોભા, તારા વણ નભ જેવી રે. પ્રભુજી અર્થ :— ગળચવો એટલે પુરુષના ગળાનું એક ઘરેણું તે દૂર કરતાં ગ્રીવા એટલે ગરદનની શોભા તે સલિલ એટલે પાણી વિનાની નદી જેવી શોભારહિત જણાઈ. તથા હાર ઉતારવાથી હૃદયની શોભા તે તારા વગરના આકાશ જેવી શૂન્ય ભાસવા લાગી. ।।૪૪।। ચરણ-સાંકળાં કાઢી લેતાં પગ દંતૂશળ જાણે, પાનરહિત તરુ સમ સર્વાંગે ભૂષણ તજી પ્રમાણે રે. પ્રભુજી અર્થ :— પગમાંથી સાંકળા કાઢી લેતા તે પગ દંશળ એટલે હાથીના દાંત જેવા જોવામાં આવ્યા. એમ સર્વ અંગના આભૂષણોનો ત્યાગ કરવાથી પાનથી રહિત વૃક્ષની જેમ, શોભારહિત થયેલા પોતાના શરીરને જોઈ, ખરેખર શોભા કોને લઈને છે તે વાત પ્રમાણભૂત થઈ ગઈ. ૪૫૦ હવે વિચારે : વીંટી માટી ખાણ તણી, રૂપાળી મુદ્રિકા બની તેની શોભા કરી કલ્પના ભાળી રે. પ્રભુજી = અર્થ :– હવે ભરતેશ્વર વિચારે છે કે માટીના કણ સાથે મળેલ સોનું તથા જમીનની ખાણમાંથી નીકળેલ હીરા માણેકની બનેલી વીંટી તે પણ માટીની ખાણ સમાન છે. હીરા માર્ગેકને સોનામાં જડી તેને રૂપાળી મુદ્રિકા બનાવી, તેને હાથમાં પહેરી સુંદરતાની કલ્પના કરી તે વડે મેં શરીરની શોભા જાણી. ।।૪૬॥ સરી પડી ત્યાં ભ્રુદું દીઠું ; સૌ સંયોગો એવા, પ્રયોગ કરી આ જાણી લીધું, પંખી મેળા જેવા રે. પ્રભુજી અર્થ :— તે મુદ્રિકા હાથમાંથી સરી પડી કે કંઈ જુદું દીઠું અર્થાત્ તે હાથની શોભા હણાઈ ગઈ. એમ જગતના સર્વ સંયોગો ક્ષણિક અને અને નાશવંત છે. આ આજે પ્રયોગ કરી જાણી લીધું. સર્વ પંખીના મેળા જેવું છે. જે આજે છે તે કાળે નથી. ।।૪૭ના અર્થ : અલંકારિત અંગુલીથી શોભા હાથ તણી છે, હાથ વડે તન-શોભા માની, શોભા મારી ગણી એ રે. પ્રભુજી - અર્થ :– મુદ્રિકાઓથી શન્નગારેલ આંગળીઓ વડે હાથ શોભે છે. હાથ વડે આ શરીર શોભે છે. તે શરીરની શોભાને હું મારી શોભા ગણું છું. ૪૮) અતિ વિસ્મયતા! મારી મનાતી, સુંદર કાંતિ કેવી? રત્ન-ભૂષણો, પટ બે-રંગી ધરતાં શોભે તેવી રે. પ્રભુજી અર્થ :— અત્યંત આશ્ચર્ય છે કે આ મારી મનાતી સુંદર કાંતિ કોને લઈને છે? તો કે રત્નના બનેલા = આભૂષણો વડે તથા રંગબેરંગી પટ એટલે કપડા ધારણ કરવાથી તે શોભા આપે છે. ।।૪૯ ત્વચા મનોહર દેખાડે એ, શરીર-ગુપ્તતા ઢાંકે, નગ્નપણું ના ગમતું તેથી, કળા કરી રાય-રાંકે રે. પ્રભુજી સુંદર ક્રાંતિને બતાવનાર મનોહર ત્વચા એટલે ચામડી છે. તથા કપડા તે શરીરની
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy