SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ આપનું રૂપ આજે પણ પ્રગટ દેખાય છે. એ અમારે આધારરૂપ છે. તેના આઘારે અમે તમારા ગુણોનું ધ્યાન કરીએ છીએ. ।।૨૯।। મમતારહિત થઈ પ્રભુ, આપે સૌ સંસાર તજ્યો છે, તોપણ મુજ મન તમે તજો ના, મેં વિચાર ભજ્યો એ રે.” પ્રભુજી અર્થ :— મમતારહિત થઈ હે પ્રુભ! આપે સકળ સંસારનો ત્યાગ કર્યો છે. તો પણ મારા મનમાંથી - આપ જશો નહીં. એ વિચારને મેં ભજ્યો છે, અર્થાત્ વારંવાર વિચારીને મેં दृढ કર્યો છે. ।।૩૦।। ચોવીસે જિન સ્તવી અયોધ્યા, ગયા ઉદાર્સીન મનથી, સમજાવે મંત્રી સૌ મળીને, નૃપને શાંત વચનથી રે : પ્રભુજી અર્થ :– ભરતચક્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસેય જિનેશ્વરોને ભાવભક્તિપૂર્વક સ્તવી ઉદાસીન મનથી અયોધ્યા ગયા. ત્યાં સર્વ મંત્રીઓ ભેગા થઈ શાંત વચનથી ભરતરાજાને સમજાવા લાગ્યા. ||૩૧|| “હે ભરતેશ્વર, ઋષભપિતાએ, વ્યવહા૨નીતિ ચલાવી, પશુ સમ જનને શિખામણ દઈ, દયા ઉરે અતિ લાવી રે, પ્રભુજી અર્થ ઃ— હે ભરતેશ્વર ! ઋષભપિતાએ વ્યવહારનીતિ ચલાવી પશુને જેમ શિક્ષા આપે તેમ યુગલિકોને હૃદયમાં અત્યંત દયા લાવી સર્વ શિખામણ આપી છે. ।।૩૨।। દીક્ષા લઈ, કેવળપદ પામી, બહુ જન ઘર્મી બનાવ્યા, કૃતકૃત્ય થઈ, બહુ જન સંગે, મોક્ષનગર સિધાવ્યા રે. પ્રભુજી અર્થ :— અવસર આવ્યે દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, તીર્થંકર થઈને ઘણા જીવોને ધર્મી બનાવ્યા. = અંતે કરવાનું છે તે સર્વ કરી લઈ ઘણા જીવોની સાથે પ્રભુ મોક્ષનગરે પધાર્યા છે. ।।૩૩।। પરમ પ્રભુને પગલે ચાલો, શોક કર્યું શું વળશે? ઉત્તમ ગુણ અંગીકૃત કરતાં, દોષ આપણા ટળશે રે.” પ્રભુજી અર્થ :– એવા મહાન પ્રભુને પગલે ચાલવામાં આપણું હિત છે. શોક કરવાથી કંઈ વળે એમ નથી. ભગવાનના ઉત્તમ ગુણોને અંગીકાર કરવાથી આપણા દોષો ટળશે. ।।૩૪। શોકાકુલ મન શાંત કરીને, ભક્તિમાં મન રાખે, ‘જિનપતિ, જિનપતિ’ જપતાં જપતાં, સ્વરૂપ-સુખ તે ચાખે રે. પ્રભુજી અર્થ :— શોકાકુલ મનને શાંત કરી જો પ્રભુ ભક્તિમાં રાખે તથા જિનપતિ, જિનપતિ નામનો જાપ જપ્યા કરે તો પોતાના સ્વરૂપ-સુખનો સ્વાદ ચાખી શકે. ।।૩૫।। વાઘ, નૃત્ય, નાટક, સંગીતે વચન તનું વર્તાવે, વૈરાગ્યે ભરપૂર ભરત-ઉર, ક્યાંય મીઠાશ ન લાવે રે, પ્રભુજી અર્થ :– વાદ્ય એટલે વાજિંત્ર, નૃત્ય, નાટક કે સંગીત આદિમાં વચન અને શરીર પ્રવર્તાવવા છતાં ભરતેશ્વરનું હૃદય વૈરાગ્યવડે ભરપૂર હોવાથી કોઈ પદાર્થમાં મીઠાશ લાવતું નથી. અર્થાત્ આસક્તિ પામતું નથી. ।।૩૬।।
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy