________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫ ૫ ૧
દર દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ
મુકુટ અડતાં રે જગવે પ્રવેશતાં સત્સંગતિની યાદ. જાગો. અર્થ :- પ્રતિ દરવાજે ઘંટડીઓવાળા તોરણો ભરતેશ્વરનું મુકુટ અડતા અવાજ કરી એવી જાગૃતિ આપતા કે સત્સંગ કર, સત્સંગ કર. ૭ળા
રાખે નિરંતર લક્ષ સ્વહિતનો, આજ્ઞા નહીં ચુકાય,
ઋષભ-ચરણમાં રે સ્થિર મન રોપીને કાર્યો દ્વિયોગે થાય. જાગો અર્થ :- ભરતેશ્વર નિરંતર સ્વ આત્મહિતનો લક્ષ રાખે છે. પ્રભુની આજ્ઞાનું ચૂકતા નથી. મનને ઋષભ જિનેશ્વરના ચરણમાં સ્થિર રાખી બઘા કાર્યો દ્વિયોગે એટલે વચનયોગ અને કાયયોગથી કરે છે. એમ રાજ્ય કરતાં છતાં પણ અલિપ્ત રહે છે. (૭૮ાા
મંદિરોથી રે કરી ભૂમિ શોભતી, ભક્તિ કરે તે સદાય,
દાનાદિથી રે વ્રતીજન પોષતાં, ભવ તરવા તે ચહાય. જાગો. અર્થ - નવા નવા મંદિરો બાંધી ભૂમિને શોભતી કરી. પ્રભુની ભક્તિ સ્વયં સદા કરે છે, દાનાદિ આપી વ્રતીજનોને પોષણ આપે, તથા સંસારરૂપી સમુદ્રને તરવાની ઇચ્છા હૃદયમાં સદા રાખે છે. II૭૯ો
સાસ્ત્રોનું શ્રવણ, ચર્ચા કરે, પ્રભુદર્શનના ભાવ,
સંઘ સકળની રે સેવા બહું કરે, વઘારી ઘર્મ-પ્રભાવ. જાગો અર્થ :- સન્શાસ્ત્રોનું શ્રવણ કરે, ચર્ચા કરે, સાક્ષાત પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવાના ભાવ રાખે, તથા સકળ સંઘની સેવા બહુ કરી ઘર્મનો પ્રભાવ વધારે છે. ૮૦ના.
વિહાર કરતા રે પ્રભુ બહુ દેશમાં, આવે સુગુર્જર દેશ,
પુનિત પગલે રે પાવન ભૂમિ કરે, દે ઉત્તમ ઉપદેશ. જાગો અર્થ :- ઘણા દેશમાં વિહાર કરતા પ્રભુ ઉત્તમ એવા ગુજરાત દેશમાં પધાર્યા. પોતાના પવિત્ર પગલાથી આ ભૂમિને પાવન કરી ઉત્તમ ઉપદેશના દાતા થયા. ૮૧
લેતા લોકો રે દીક્ષા, વ્રતો ઘણાં શત્રુંજય સંઘ જાય,
ભક્તિભાવે રે ગુર્જર ભેમિ હજી ગાંડી જગમાં ગણાય. જાગો અર્થ - પ્રભુ પાસે ઘણાએ દીક્ષા લીધી, વ્રતો ગ્રહણ કર્યા. શત્રુંજય તરફ ચતુર્વિઘ સંઘ ચાલ્યો. પ્રભુ પ્રત્યે વિશેષ ભક્તિભાવ કરવામાં આ ગુજરાતની ભૂમિ જગતમાં ગાંડી ગણાય છે. ll૮૨ા
વળી સૌરાષ્ટ્ર રે પ્રભુ દે દેશના, ગિરિ પર સૌ સ્થિર થાય,
કહે પ્રભુ ત્યાં રે પુંડરિક આદિને : “ખેદ ઘરો ના જરાય. જાગો અર્થ :- વળી સૌરાષ્ટ્રમાં ઋષભ પ્રભુએ શત્રુંજય ગિરી ઉપર એવી દેશના આપી કે સૌના પરિણામ સ્થિર થયા. ત્યારે પ્રભુએ પુંડરિક ગણઘર આદિને કહ્યું : મુક્તિ મેળવવા માટે મનમાં કોઈ પ્રકારનો ખેદ રાખશો નહીં. II૮૩ાા
થોડા કાળે રે મુક્તિ મળી જશે, અજબ આ ગિરિ-પ્રભાવ,” અનશન કરીને રે બહુ મુનિઓ રહ્યા, લેવા અંતિમ લાવ. જાગો