________________
૫૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રથમ લડાઈ રે દ્રષ્ટિ વડે કરે, સન્મુખે ઊભા બેય,
સામા-સામી રે સ્થિર તાકી જાએ, નહિ પાંપણ હાલેય. જાગો. અર્થ :- પ્રથમ બન્ને ભાઈ ભરત અને બાહુબલ એકબીજાની સન્મુખ ઊભા રહી દ્રષ્ટિયુદ્ધ કરવા લાગ્યા. એક બીજાની સામસામા દ્રષ્ટિને સ્થિર રાખી તાકીને જુએ છે. કોઈના પાંપણ હાલતા નથી. ૨૮ના
યોગી જેવા રે બન્નેય સ્થિર ત્યાં, રવિ-શશી સંધ્યાકાળ,
અંતે ભારતે રે આંખ મીંચી દીઘી, બાહુબલિ લે જયમાળ, જાગો. અર્થ :- યોગી પુરુષની જેમ બન્ને સ્થિર રહ્યા. દિવસ રાત અને સંધ્યાકાળ વહી ગયો. અંતે ભરત રાજાએ આંખ મીંચી દીધી અને બાહુબલિ વિજયી થયા. રા.
ભીષણ શબ્દ રે બન્ને ફરી લડે, કરે ભરત સિંહનાદ,
ગગન-ગુફામાં રે તે અતિ ગાજતો, ભરે ત્રિભુવન-પ્રાસાદ. જાગો અર્થ - ભીષણ શબ્દ કરીને બન્ને ફરી લડવા લાગ્યા. આ વાણી યુદ્ધમાં ભરતે ભારે સિંહનાદ કર્યો. તે અવાજ આકાશરૂપી ગુફામાં અત્યંત ગાજતો થયો. જાણે ત્રણે લોકના મહેલોને ભરી દેતો હોય તેમ જણાયું. [૩૦.
બાહુબલિએ રે કરી મહા ગર્જના, સર્વ ચકિત થઈ જાય,
દુઃશ્રવ સૌને ભયંકર લાગતી, વિશ્વ બધું વલોવાય. જાગો અર્થ :- પછી બાહબલિએ પણ મહાગર્જના કરી. જેથી સર્વ ચકિત થઈ ગયા. તે અવાજ બધાને દુઃશ્રવ એટલે દુઃખે કરીને સંભળાય એવો ભયંકર લાગ્યો. જેથી આખું વિશ્વ વલોવાઈ ગયું. [૩૧].
ચડતા ચડતા રે નાદે વધે હવે, બાહુબલિ જીતી જાય;
બાહુ-યુદ્ધ રે ભેટે મલ્લ સમ, ત્રીજી બાજુ રચાય. જાગો અર્થ - ચડતા ચડતા નાદ એટલે અવાજો એક બીજાથી કરવા લાગ્યા. અંતે બાહુબલિ જીતી ગયા. હવે મલ્લ એટલે પહેલવાનોની જેમ બાહ-યુદ્ધ કરી એક બીજાને ભેટવા લાગ્યા. આ ત્રીજા યુદ્ધની બાજી શરૂ થઈ. //૩રા
ઉપર નીચે રે યુક્તિ-બળે થતા, પરવશ કરવા ચહાય,
બાહુબલિએ રે ભરત વશમાં લીઘો, ફેંકે નભ અસહાય. જાગો અર્થ - એકબીજાને ઉપર નીચે યુક્તિબળે કરી પરવશ કરવા ઇચ્છે છે. તેટલામાં બાહુબલિએ ભરતને વશમાં લઈ આકાશમાં અસહાયપણે ફેંક્યો. //૩૩ના
સુર પુષ્પોની રે વૃષ્ટિ કરી વદે: “બાહુબલિનો જયકાર!”
બાહુબલિને રે ચિત્ત ચિંતા થઈ, ઝીલે ભરતને ઉદાર. જાગો અર્થ :- દેવતાઓએ આકાશમાં પુષ્પોની વૃષ્ટિ કરી બાહુબલિનો જયજયકાર કર્યો. પણ બાહુબલિને મનમાં ચિંતા થઈ કે જો ભાઈ પૃથ્વી પર પડશે તો એના પ્રાણ ચાલ્યા જશે એવો ઉદાર ભાવ લાવી હાથ ઊંચા કરી ભરતને ઝીલી લીઘા. ૩૪