________________
૪૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
થતાં જ્ઞાનીના સૌ ચરિત્રે સુલક્ષ, અને ઐકય પામ્ય બને એક લક્ષ્ય;
પરાત્મા વિરાજે ઉરે જ્ઞાનીને જે, અજાણ્યા રહે ના, પરાભક્તિ છે તે. ૪ અર્થ :- જ્ઞાની પુરુષની બધી ચેષ્ટાઓ પરમાર્થરૂપ છે એમ તેમના સર્વ ચારિત્રમાં સમ્યલક્ષ થવાથી આપણી વૃત્તિ બીજે ન જાય. તેથી ક્રમે કરી ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં વૃત્તિની એકતા થાય. એ થયા પછી પરમાત્મસ્વરૂપ મેળવવાનો લક્ષ બંઘાઈ જઈ એક તૃહિ, તૃહિની રટના લાગે છે.
જ્ઞાનીપુરુષના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોવાથી તેમની ભક્તિમાં પરમાત્મા સાથેનો જ ઐક્યભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. પરાભક્તિ આવ્ય ભક્ત ભગવાનથી અજાણ્યો રહે નહીં.
તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐયભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.” (વ.પૃ.૨૭૬) //૪|
નમસ્કાર-મંત્ર અરિહંત આદ્ય, પછી સિદ્ધ આવે; સદેહી સુસાધ્ય;
ઊગે ભક્તિ એથી પરાત્મા પમાય; ગણો જ્ઞાનીને મોક્ષ-મૂર્તિ સદાય. ૫ અર્થ :- નમસ્કારમંત્રમાં આદ્ય એટલે પ્રથમ અરિહંત ભગવંતને નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવાનને કર્યા છે. કેમકે દેહઘારી પરમાત્મામાં વૃત્તિ સહેજે સ્થિર રહી શકે છે. પુદગલનો પ્રેમ છોડવા માટે દેહદારી પરમાત્માની ભક્તિ જરૂરની છે. સિદ્ધ ભગવાનની ભક્તિથી પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. માટે સિદ્ધ કરતાં અરિહંતને ઉપકારની અપેક્ષાએ પહેલા નમસ્કાર કર્યા છે. ભગવાનની મૂર્તિ જોઈને તેમનું પરમાત્મસ્વરૂપ યાદ આવવું જોઈએ. તેથી તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
તેમ પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો તેમનું દેહરૂપ દેખાય છે. અને દેહરૂપ જોવાની બાહ્યદ્રષ્ટિ સદા ત્યાગવા યોગ્ય છે. જ્ઞાનીને સદા મોક્ષની મૂર્તિ જાણો. પરમાત્માએ આ દેહ ઘારણ કર્યો છે એવી બુદ્ધિ થયે જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ ઊગે છે. અને તેજ આગળ વધતાં પરાભક્તિનું કારણ થાય છે. માટે પ્રથમ જ્ઞાનીપુરુષની ભક્તિ કરવી, એ જ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સુગમ ઉપાય છે.
પરમાત્મા આ દેહથારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં , ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (વ.પૃ.૨૭૬) //પા.
નમસ્કાર આદિથી ભક્તિ જગાવો, પરાભક્તિના અંત સુધી લગાવો;
રસાસ્વાદ-વૃદ્ધિ અખંડિત ચાખો, મનોવૃત્તિ એકાગ્ર જો ત્યાં જ રાખો. ૬ અર્થ - ભક્તિના ભેદોમાં પ્રથમ ભગવાનનો ઉપદેશ શ્રવણ કરી, પછી ભગવાનના ગુણોનું ભજન કીર્તન કરી, એમના બોઘેલા તત્ત્વનું ચિંતવન કરવું. તેથી ભગવાન પ્રત્યે ભક્તિ ઊગી સાચો નમસ્કાર થાય છે. એક સાચો નમસ્કાર પણ જીવને તારે છે. એમ નમસ્કાર આદિથી ભક્તિ જગાવી આજ્ઞા ઉપાસવારૂપ સેવા કરી ક્રમશઃ લઘુતા, સમતા આવ્યા પછી અંતે એકતા ભક્તિ આવે છે. તે