SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૦ ૩ પુત્ર, કલત્ર ને શાશ્વતાં જી, હય, ગજ, રથ રખવાલ, ચામર સમ ચંચળ ગણો જી, વિમાન કે સુખપાલ. જીંવ, જોને. અર્થ - પુત્ર, કલત્ર એટલે સ્ત્રી કોઈ શાશ્વત નથી. હય એટલે ઘોડા, હાથી, રથ કે રક્ષા કરવાવાળા અંગરક્ષકો કોઈ સ્થિર નથી. પુણ્યયોગે દેવતાનું વિમાન મળ્યું હોય કે સુખપાલ એટલે પાલખી મળી હોય પણ તે બઘા ચામરની જેમ ચંચળ છે, અર્થાત કોઈ કાયમ રહેનાર નથી. તેવા વૈભવ સંધ્યા-રાગ શા જી, યૌવન અંજલિ-નીર, મરણ-મધુકર ચૂસતો જી 3પ-મધુ પુષ્ય શરીર. છંવ, જોને. અર્થ :- આ ભૌતિક વૈભવ સંધ્યાકાળના રંગ જેવા ક્ષણિક છે. યૌવન હાથની અંજલિમાં લીધેલ પાણીની જેમ ક્ષણે ક્ષણે નષ્ટ થઈ રહ્યું છે. આ મરણરૂપી ભમરો, શરીરરૂપી ફૂલ ઉપર બેસી તેના રૂપરૂપી મને નિરંતર ચૂસી રહ્યો છે. તેથી એની કાંતિ પણ અવશ્ય નાશ પામવાવાળી છે. જો પરણે પ્રાતઃકાળમાં જી, સાંજે પડતી પોક, રંગ-રાગ પલટાય સૌ જી, હર્ષ હતો ત્યાં શોક. છંવ, જોને અર્થ :- સવારમાં પરણે અને સાંજે તે જ વ્યક્તિ મરી જવાથી ઘરમાં બઘા પોક મૂકીને રડે; રંગ રાગ પલટાઈ જઈ, હર્ષનું વાતાવરણ તે શોકમય બની જાય. એવું સંસારનું ભયંકર વિચિત્ર સ્વરૂપ છે. માટે અનિત્ય એવો આ સંસાર ત્યાગવા યોગ્ય છે. પા. એવી અદૃવતા ગણી જી, નિર્જન વનમાં વાસ, શાશ્વતપદને પામવા જી, કરવો નિશ્ચય ખાસ. જીંવ, જોને. અર્થ :- એવી જગતના સર્વ પદાર્થોની અશાશ્વતા માની નિર્જન વનમાં વાસ કરવો યોગ્ય છે. આત્માના શાશ્વતસુખને પામવા માટે હવે ખાસ નિશ્ચય કરવો હિતકારી છે. એમ શ્રી ઋષભદેવ પોતાના મનમાં અનિત્યભાવનાનું સ્વરૂપ ચિંતવવા લાગ્યા. કાા (૨) અશરણભાવના આ અશરણ જગ માનવું છે, ના નૃપ-રક્ષણ થાય, અસિપિંજર યોદ્ધા રચે જી, મરણ હરણ કરી જાય. છંવ, જોને. અર્થ :- આ જગતને સર્વથા અશરણ માનવું. અહીં રાજા હોય તો પણ તેનું રક્ષણ થઈ શકે નહીં. તેના યોદ્ધાઓ રાજાની ચારે બાજુ નગ્ન તલવાર લઈ ઊભા રહી પિંજરાની સમાન તેની રક્ષા કરે તો પણ કાળ આવી તેનું હરણ કરી જાય. એવી અશરણતા જગતમાં સર્વત્ર છવાઈ રહેલી છે. શા સર, સરિતા-ગિરિની ગુફા જી, જલધિ કે પાતાળ, સ્વર્ગ, દુર્ગમ ગઢ નહીં જી, જ્યાં ન પહોંચે કાળ. જીંવ, જોને. અર્થ :- સર એટલે તળાવ, સરિતા એટલે નદી કે પહાડની ગુફા, જલધિ એટલે સમુદ્ર કે પાતાળમાં જગ્યા નથી, અથવા કોઈ સ્વર્ગમાં કે મુશ્કેલીથી પત્તો લાગે એવો કોઈ ગઢ એટલે પર્વત નથી કે જ્યાં આ કાળ પહોંચી શકે નહીં, અર્થાત્ સર્વત્ર તે પહોંચી શકે છે. ટા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy