________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
અસિ-મસિ-શિલ્પ-કળા બધી જી,શીખવે જાણી યોગ્ય.
યુગલિક યુગ ગયા પછી જી, કરતાં નવા પ્રયોગ રે. ભવિજન
=
અર્થ :– અસિ એટલે શસ્ત્રકળા, મર્સિ એટલે લેખનકળા તથા શિલ્પ વગેરે બધી કલાઓનું જ્ઞાન યોગ્ય સમય જાણી આપ્યું. યુગલિક યુગ હવે વીતી ગયાથી જીવન જીવવાના નવા પ્રયોગો કરવા લાગ્યા. હવે ચોથો આરો આવ્યો માટે પ્રભુને આ બધું શીખવવું પડ્યું. ।।૧૧૩।।
ઈશુ-સાંઠા પણા થયા જી, કોલુથી રસ થાય;
ઘેર ઘેર ઈસુ દીસે જી, કુલ ઈક્ષ્વાકુ ગણાય રે. ભવિજન
અર્થ :– ખેતીમાં ઈસુ એટલે શેરડીના સાંઠા ઘણા થયા. કોલુ એટલે શેરડી પીલવાના સંચાથી તેનો રસ કાઢવા લાગ્યા. ઘેર ઘેર શેરડીનો પાક થયો. જેથી કુલ પણ ઈક્ષ્વાકુ ગણાવા લાગ્યું. ।।૧૧૪।। ઘણો કાળ સુખમાં ગયો જી, પ્રજાપતિરૂપ યથાર્થ;
સુરપતિ મનમાં ચિંતવેજી, અવધિી લોકહિતાર્થ રે, ભવિજન
અર્થ :– પ્રજાપતિ એવા ઋષભદેવનો ઘણો કાળ ભોગાવલી કર્માનુસાર સંસારસુખમાં વ્યતીત થયો. હવે પ્રજાપતિના અંતરંગ સ્વરૂપને અવધિજ્ઞાનથી યથાર્થ જાણનાર એવો ઇન્દ્ર લોકોના હિતાર્થે મનમાં એમ ચિંતવવા લાગ્યો કે પ્રભુ દિક્ષા ગ્રહણ કરી ક્યારે જીવોનો ઉદ્ઘાર કરશે ? તે માટે ઉપાય રચ્યો જે નીચે પ્રમાણે છે. ।।૧૧૫|| જે
નીલંજસા દેવી તણું જી, જાણી આયુષ્ય અક્ષ,
પ્રભુ પાસે ઝટ મોકલે જીઃ સ્વપ૨-હિત સંકલ્પ રે. ભવિજન॰
૫૦૧
અર્થ :— નીલંજસા નામની દેવીનું આયુષ્ય અલ્પ જાણી તેમજ સ્વપરના હિતનો સંકલ્પ કરીને ઇન્દ્રે નીલંજસા દેવીને ઝટ પ્રભુ પાસે મોકલી. ।।૧૧૬|
નભમાર્ગે આવી નમે જી, આશા લઈ લે લાભ,
નૃત્ય અપ્સરા આદરે જી, શોભાવે શું આભ રે! ભવિજન
અર્થ :— તે અપ્સરા આકાશમાર્ગે આવી પ્રભુને નમી, તેમની આજ્ઞાનો લાભ લઈ સભા મધ્યે તે
=
નૃત્ય કરવા લાગી. તે અશ્વર નૃત્ય કરી આભ એટલે આકાશને જ શું પણ પૂરી સભાને તે શોભારૂપ બની. દેવતાઈ અપ્સરા હોવાથી તેના નૃત્યમાં કે શોભામાં શું ખામી હોય. ।।૧૧।।
નૃત્ય-વાય-ગીત એકતા જી, કર્ણ-નયન-સંધાન;
સભા વિસ્મય મા ઘરે જા, જાણે ઘરતી ધ્યાન રે. ભવિજન
અર્થ :– દેવતાઈ નૃત્ય, વાદ્ય એટલે વાજિંત્ર અને ગીત એ ત્રણેની એકતા થવાથી લોકોના કાન અને આંખ બન્ને સંઘાન એટલે એક લક્ષપૂર્વક તે જોવામાં તલ્લીન થઈ ગયા. તે જોઈ સભા મહા વિસ્મયને પામી કે જાણે બધી સભા ઘ્યાન ધરતી હોય એમ જણાવા લાગ્યું. ।।૧૧૮।।
રંગ-સરોવર-પદ્મિની જી, રે! યમ-કરે કપાય,
બીજ-ચંદ્ર-રેખા સમી જી, જાણે ઝટ સંતાય રે. ભવિજન