________________
।
હું પોતાને જ જાણું આવો જાણનાર છું હું પોતાને જ માણું એવો રસિયો છું પરવસ્તુ, પરભાવ પ્રતિભાસે ભલે છે હું એને ક્યારેય જાણતો, માણતો નથી
આવા મારા જ સૂક્ષ્મ જ્ઞાનભાવને ભૂલ્યો હતો ગુરુએ મને યાદ કરાવ્યો, બતાવ્યો આ જાણવો જાણવો કરે છે ને મૂઢ સમજાવ્યો એજ તારી આકુલતા, દુખ, અશુચિપણું છે
તારા જાણનારને અંતરમાં જાણ, તારા જાણનારનો અસ્તિત્વ, પ્રભુત્વ, વિભુત્વ, નિર્મળ, નિત્ય છે એ જ તું, તારામાં અનંત ગુણો સાથે ટકેલ, અનંત સમય સુધી ટકી શકનાર જ્ઞાનાનંદ છો
સ્થૂળ જાણવાની રૂચિને છોડ, ધીરો, ગંભીર, અને તીક્ષ્ણ થઇ તારા સ્વરૂપ,જાણનારો છે એને જાણ અંતરનાં સ્વભાવને પકડ એ જ તું છો, તારો ધર્મ છે તારો જૈનદર્શન છે, જિનસ્વરૂપ છે, તું પોતે છો
65