________________
જ્ઞાન પૂર્ણ લોકાકાશને જાણે છે અને જાણનાર જ્ઞાનસ્વરૂપ એક, અભેદ, અખંડ એકલો જ પરમાણુમાત્રથી પણ ભિન્ન છે આ જાણનાર ઘન જ્ઞાનસ્વરૂપમાં પરદ્રવ્યનો પરમાણુમાત્ર અને બીજા જ્ઞાનસ્વરૂપનો પૂર્ણ ત્યાં અભાવ જ છે. એ એમાં પ્રવેશતા જ નથી
આ ઘન જાણનારમાં તો દર સમયે થતી જાણવાની ક્રિયા પણ મારામાં પેસતી નથી, બહાર જ રહે છે હું શુદ્ધ, વજ, સ્થિર, એવો પૂર્ણ છું કે મને જાણવાની ક્રિયા કરવાની શી જરૂર? એ તો જણાઇ જાય છે ને એ તો મારા જ જ્ઞાનસ્વરૂપમાં થતી દર સમયની જ્ઞાનની જાણવાની ક્રિયા કહેવાય છે, હું તો કૃતકૃત્ય જ છું
એવો હું પૂર્ણ, જ્ઞાનાનંદ, સુખ-શાંતિમય, અરૂપી શુદ્ધ, નિર્મળ, વજ, એક, અભેદ, અખંડ છું આવા પરિપૂર્ણ તત્વમાં કોઇ અન્ય ક્રિયા સંભવતી જ નથી એવો ઘન ચમત્કારી તત્વ છું, જે આ આખા લોકાકાશને એક જ સમયમાં પૂર્ણ સ્પષ્ટતાથી જાણે છે, જણાય છે એવો ચમત્કારી, સર્વોત્કૃષ્ટ, સ્વચ્છ, નિર્મળ, તત્વ છું હું