________________
સુરક્ષિત ખતરો
દિવ્ય ધ્વનિ પ્રભુને અનિચ્છાએ જ ખરે છે ગણધરો, આચાર્યો, ગુરુઓની વાણી પણ નિસ્પૃહે જ નીકળે છે, ગુરુદેવ કહે છે કે કોણ સંભળાવે, એ તો જડ છે, કોણ કોને સુધારે, સમજાવે, આ તો પરની પર્યાય છે
આવી નિસ્પૃહ નિર્મળ અનિચ્છાએ વહેતી વાણી શિષ્ય માટે બધું જ છે શિષ્ય એ જ વાણીને રુચિથી, પ્રધાનતાથી, ધ્યાનથી સમર્પિત થઈને સાંભળે છે, સમજે છે ભક્તિ કરે છે, પૂજામાં પણ આ વાણી જ છે
સત વાણી મળે અને તું આ વાણી જેમ કહી રહી છે એને જ, અનાદિનાં મિથ્યાત્વને ન છોડીને, મધ્યસ્થ ન થઈ, ખૂબ જ કાળજી ને ધ્યાન સાથે, તપ રૂપે ન સાંભળે, ન સમજે તો બહુ જ મોટો ખતરો બને છે