________________
સર્વજ્ઞનું જ્ઞાન
સર્વજ્ઞનું જ્ઞાન આ અનંત સંસારમાં છ દ્રવ્યો જાણે છે ને છ દ્રવ્યોનું જ પરિણમન જાણે છે તો જ્ઞાન કેવું જ્ઞાન છે ! જે અનંતને જાણીને પ્રયોજનભૂત, મૂળ, પૂર્ણ સતને તારવી લે છે એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપને જાણનાર સ્વાધીન જ્ઞાન છે
સર્વજ્ઞનું જ્ઞાન અનંત કર્મોને, મુખ્ય આઠ ને પછી મુખ્ય એક દર્શન મોહનીયને જ જાણે છે તો જ્ઞાન કેવું જ્ઞાન છે ! જે અનંતને જાણીને પ્રયોજનભૂત, મૂળ, પૂર્ણ સતને તારવી લે છે એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપને જાણનાર સ્વાધીન જ્ઞાન છે
સર્વજ્ઞનું જ્ઞાન અનંતા શુભાશુભ ભાવોને જાણીને એની પાછળ એક પૂર્ણ વીતરાગને જાણે છે તો જ્ઞાન કેવું જ્ઞાન છે ! જે અનંતને જાણીને પ્રયોજનભૂત, મૂળ, પૂર્ણ સતને તારવી લે છે એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપને જાણનાર સ્વાધીન જ્ઞાન છે
સર્વજ્ઞનું જ્ઞાન સર્વને જાણતો દેખતો પોતાને જ, વીતરાગને જ, જ્ઞાનાનંદને જ વેદે છે તો જ્ઞાન કેવું જ્ઞાન છે ! જે અનંતને જાણીને પ્રયોજનભૂત, મૂળ, પૂર્ણ સતને તારવી લે છે એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપને જાણનાર સ્વાધીન જ્ઞાન છે
સર્વજ્ઞનું જ્ઞાન અનંત ગુણાત્મક દ્રવ્યમાં અનંત ગુણોનાં પરિણમનને જોતાં એક અભેદને જાણે છે તો જ્ઞાન કેવું જ્ઞાન છે. જે અનંતને જાણીને પ્રયોજનભૂત, મૂળ, પૂર્ણ સતને તારવી લે છે એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપને જાણનાર સ્વાધીન જ્ઞાન છે
સર્વજ્ઞનું જ્ઞાન, અનેકાંતમય જ્ઞાન, અનંત નયોથી પૂર્ણ, એક સમ્યફ એકાંતને તારવી લે છે તો જ્ઞાન કેવું જ્ઞાન છે! જે અનંતને જાણીને પ્રયોજનભૂત, મૂળ, પૂર્ણ સતને તારવી લે છે એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપને જાણનાર સ્વાધીન જ્ઞાન છે