________________
મારી ભાવના
આવા ઉકળતા ધગધગતા પાણીમાં જોઈ શક્યા એવો એ શીતળ ત્રિકાળ પાણીનો સ્વભાવ જો મારા સર્વજ્ઞ, પ્રભુ, પંચપરમેષ્ઠી સર્વ પૂજ્ય રે
આવી અંધારી રાતોમાં જોયું જેમને સદૈવ જ પ્રકાશમાન શક્તિરૂપે સદાય ત્રિકાળ સૂર્ય જો મારા શાસ્ત્ર, વાણી, ધર્મ, સર્વ સદૈવ પૂજય રે
આવી ત્રિકાળ અપરિણામી ધુવ શક્તિને જોઈ અનુભવી, મને પણ દર્શાવી, આદરવા યોગ્ય જો મારા ગુરુ, સર્વસ્વ, સંત, વંદનીય, સદૈવ પૂજ્ય રે
હું આ નિર્ણય, વિશ્વાસને દ્રઢ, નિશ્ચલપણે રાખી ને આગળ પૂર્ણતા પ્રગટાવું એ બતાવનાર જે મારા મુનિઓ, આચાર્યો, ઉપાધ્યાયો, સૌ પૂજ્ય રે
આ જીવ જ એવો એક અદ્ભુત ચૈતન્ય દ્રવ્ય છે જે ભટકે પણ, ને પામે પૂર્ણ શુદ્ધતાને પોતામાં જ મારો આવો જીવ જ હું પોતે જ જ્ઞાયક પૂજ્ય રે
54