________________
બોલ ૧૦૧
હું ભગવાન આત્મા તો મારામાં જ છું, કાંઈ વાણીમાં નથી હું જ્ઞાન છું, દર્શન છું, ચારિત્ર છું, ને રસ, વર્ણ, ગંધ, સ્પર્શ નથી. ના, ના, ના, હું તો એક જ અભેદ, અખંડ, ચૈતન્ય આત્મા છું
વ્યાપાર, અધ્યવસાન, વ્યાપાર જ છે શુભાશુભ ભાવ જ છે. હું ત્રિકાળી, અકર્તા, અવેદક, કોઈ પણ જાતનો વ્યાપારી નથી વ્યાપારનો ફળ ભોગવનાર પણ નથી, હું તો સર્વથા પૂર્ણ જ છું
હું જ્ઞાનનો વ્યાપારી નથી, સ્વયં જ્ઞાનાનંદ છું હું દર્શન કરનાર નથી, પોતે જ દર્શનમય છું હું વેદનાર નથી, પોતે જ આનંદ-શાંતિમય છું
હું અસંગ જ છું, મારી કમજોરીથી કોઈનો સંગ થાય તો ગુરુનો જ સંગ કરું છું પોતે અસંગ જ છું સંયોગમાં શુભાશુભ ભાવ છે, મુજ અસંગમાં નથી