________________
।
પરમેશ્વર
પ્રભુ તું મારો પરમેશ્વર છો
તને જ જાણું, તને જ માનું, ગાઉં તારા જ ગુણો પ્રભુ તું મારો પરમેશ્વર છો
હું તારી જ છું, ને તું મારો, કરું તારી જ ભક્તિ પ્રભુ તું મારો પરમેશ્વર છો
હું તારી જ પૂજા, તું મારો પૂય, છું તારી પૂજારણ પ્રભુ તું મારો પરમેશ્વર છો
જ્ઞાયક તું મારો, મને જ જણાય, એ જ મારો જ્ઞાન છે પ્રભુ તું મારો પરમેશ્વર છો
તારા વગર હું જ નહીં, તું નહીં તો હું ક્યાંથી પ્રભુ તું મારો પરમેશ્વર છો
તું મારો છે પ્રિયતમ, હું પ્રિયતમા કેમ હોઉં તારા વગર પ્રભુ તું મારો પરમેશ્વર છો
તને જ અનુભવું છું, તું આપે છે બધું જ મને પ્રભુ તું મારો પરમેશ્વર છો
સર્વસ્વ તારો જણાય મુજમાં, તું જ મારો શ્રૃંગાર પ્રભુ તું મારો પરમેશ્વર છો
તને જ પ્રણમું છું, ને સમાઈ જાઉં તુજમાં જ પ્રભુ તું મારો પરમેશ્વર છો
તું સર્વજ્ઞ, મારો સર્વસ્વ, તને જ હું જણાઉં પ્રભુ તું મારો પરમેશ્વર છો
49