________________
નિજપદ સિદ્ધપદ મારો
નિજપદ સિદ્ધપદ મારો, પ્રભુ ગિજપદ સિદ્ધપદ મારો પ્રભુ તમને હું નિહાળું છું નિજ પદને જ નિહાળું છું નિજપદ સિદ્ધપદ મારો, પ્રભુ નિજપદ સિદ્ધપદ મારો
પ્રભુ શાંત સૌમ્યરૂપ તારો, છે નિજરૂપ મારો પ્રભુ અડોલ, નિશ્ચલ, આનંદીરૂપ છે તારો પ્રભુ દર્શાવે એવો અડગ, તૃપ્તરૂપ મારો નિજપદ સિદ્ધપદ મારો, પ્રભુ નિજપદ સિદ્ધપદ મારો...
પ્રભુ કોઈ અવાજ નથી ચાહ નથી કોઈ જડ નો સ્વાદ નથી, આવો તૃપ્તરૂપ મારો પ્રભુ શુદ્ધ વીતરાગમાં જ છલકાય છે આ રાગ મારો નિજપદ સિદ્ધપદ મારો, પ્રભુ નિજપદ સિદ્ધપદ મારો...
પ્રભુ કોઈ હોંશ નથી કે નથી કોઈ આંસુ સુખ-દુખનો ભાસ નથી આ સમસુખમાં લીન એક રસ છે આવો એક જ ઉત્તમ શરણ છે મારો નિજપદ સિદ્ધપદ મારો, પ્રભુ નિજપદ સિદ્ધપદ મારો.....