________________
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે ગુરુએ સમજાવ્યો નિત જ્ઞાનાનંદને મધુર વચને રે આઠમાં ગરબે નિત ગાઉં આત્મસ્વભાવના જ ગીત રે
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે આવ્યો મુજ અજ્ઞાનીને જ્ઞાની થવાનો અનેરો ઉત્સવ રે આ જ છે અને સદૈવ રમવા નિત નવરાત્રિનાં ગરબા રે