________________
।
નવરાત્રિ
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે મુજમાં જાણું પ્રભુ તુજ જેવો शुद्ध સિદ્ધ સ્વરૂપ રે નવરાત્રિમાં થાઉં મુજ નિત એક આત્મસ્વરૂપ રે
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે હું જ કરું પુરુષાર્થ બનવા તુજ શુદ્ધ સ્વરૂપ રે પહેલે ગરબે હવે નથી મને કોઈ પણ શંકા રે
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે મને તારા સિવા હવે નથી રહી કોઈ પણ આશ રે બીજે ગરબે હવે નથી મને કોઈ આ-કાં-ક્ષા રે
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે હવે નથી મને કોઈ પ્રત્યે અણગમાનો ભાવ રે ત્રીજે ગરબે કરું મુનિયોને સત સત પ્રણામ રે
45