________________
।
પોતામાં જ સમાઈ જવાની છું
ન હું મારી છું, ન તારી, પોતાની, પોતામાં જ સમાઈ જવાની છું
ન હું જન્મી છું, ન મરી. અવિનાશી, પોતામાં જ સમાઈ જવાની છું
ન હું ઈષ્ટ છું, ન અનિષ્ટ, સદૈવ સાક્ષી, પોતામાં જ સમાઈ જવાની છું ન હું મા છું, ન દિકરી, આત્મ તત્વ, પોતામાં જ સમાઈ જવાની છું
ન હું કર્મ છું, ન કર્યોદય, ધ્રુવ, પોતામાં જ સમાઈ જવાની છું ન હું કાલે હતી, ન કાલે રહીશ, નિત્ય, પોતામાં જ સમાઈ જવાની છું ન હું સુખી છું, ન દુખીયારી, ચિદાનંદી, પોતામાં જ સમાઈ જવાની છું
ન હું શરીર છું, ન ઈન્દ્રિયો, સૌની જ્ઞાની, પોતામાં જ સમાઈ જવાની છું ન હું પૂરી છું, ન અધૂરી, સ્વયંમાં સમ્પૂર્ણ, પોતામાં જ સમાઈ જવાની છું ન હું સંકલ્પ કરું, ન વિકલ્પ, નિર્વિકલ્પ, પોતામાં જ સમાઈ જવાની છું ન હું ઉષા છું, ન અંધીયારો, પ્રકાશી, પોતામાં જ સમાઈ જવાની છું ન હું મારી છું, ન તારી, પોતાની, પોતામાં જ સમાઈ જવાની છું
ܗ
ܗ
43