________________
પ્રત્યેક પદાર્થ પોતા પોતાનું જ કામ કરે છે પોતાની રીતે પોતામાં જ પરિણમે છે ક્રિયાવાન છે જ્ઞાન જાણવું મારું જ પોતાનું જ ગુણ છે, હું જાણું છું ના, ના હું તો જાણનાર પોતાને જ જાણું છું
હું મને પોતાને પોતામાં જ રહીને સદૈવ જ જાણું છું એ જ હું, ને મારો સ્વસમય, સ્વક્ષેત્ર, સ્વભાવ છે મારો ભાવ સ્થિર, ત્રિકાળ, સુખશાંતિમય જ છે હા, હા હું તો જાણનાર પોતાને જ જાણું છું
હું દુખી થઈ નથી શકતો, પોતાને દુખી ક્રોધી, લોભી, મોહી, દયાવાન માનનાર હું નથી આ તો બધું, જૂઠું, અસત્ય કલ્પનામાત્ર જ છે ના, ના હું તો જાણનાર પોતાને જ જાણું છું
હું તો સદૈવ સુખી, પૂર્ણ, શાંત, શુદ્ધ, જ્ઞાનાનંદ છું એ જ મારો પૂર્ણ સત સ્વરૂપ છે. જે પણ દર સમય જણાય છે એ હું નથી, એ તો મારી શુદ્ધતા છે હા, હા હું તો જાણનાર પોતાને જ જાણું છું