________________
જણનાર
ભાષા બોલાય છે, વસ્તુ ખવાય છે દ્રશ્ય આંખો સામે આવે છે, જે યાદ આવે છે શબ્દો સંભળાય છે, શું હું આને જાણું છું? ના ના હું તો જાણનાર પોતાને જ જાણું છું
મારામાં શબ્દ નથી, જે રૂપી દ્રવ્ય દેખાય એ પણ નથી. ગંધ, સ્પર્શ, કે સ્વાદ પણ નથી મારામાં તો સુખ, આનંદ શાંતિનો સાગર છે હા, હા હું તો જાણનાર પોતાને જ જાણું છું
આ શરીર છે, દોડે છે, ચાલે છે, ક્રિયાવાન છે ચાલતો, ફરતો, કરતો, એ પણ પુદ્ગલ જ છે શું હું આ શરીરની ક્રિયાનો જાણનાર છું? ના, ના હું તો જાણનાર પોતાને જ જાણું છું
હું અંતરમાં શાંત સુખમય આનંદમય છું એને જ હું મારો પોતાનો જાણું છું, જાણનાર છું હું અકર્તા, અયોગી, અબદ્ધ, મારામાં જ પૂર્ણ છું હા, હા હું તો જાણનાર પોતાને જ જાણું છું