________________
હું કોણ
હું કોણ છું એનું ભાન નથી અભાન છે હું જાણનાર, સદૈવ જાણનાર જ છું એનું ભાન નથી અભાન જ છે
મારા જ્ઞાનભાવને જ જાણવાની રુચિ નથી. મારા પોતાનાં સ્વભાવની જ અરુચિ છે પોતાની અરુચિ, એ જ કષાયભાવ છે
રાગભાવમાં જ રુચિ છે, તો રાગને જ કરે છે શુભ ને અશુભમાં, રાગ પોતે અચેતના એને ક્યાં છે ખબર હું શુભ કે અશુભ બન્યો છું
હું પોતે, પોતાનાં જ્ઞાનને જ પરિણમાવું છું અજ્ઞાન રૂપે, ને માનું છું ડાહ્યો પોતે પોતાને કરી કરી શુભ ભાવોને, એનું ભાન જ નથી
હું જ્ઞાન સ્વભાવ પોતે જાણનાર નિત્ય છું. અવિનાશી છું, આનંદ શાંતિમય હું જ છું નિર્ભય, નિશંક, એકરૂપે સ્થિર હું જ છું
162