________________
નિજમય થાજે,
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે
શરીર છે, શરીરનાં સંબંધો છે, એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે કર્મો છે, કર્મોનો ઉદય છે એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
નિમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે સ્થિતિયો છે, પરસ્થિતિયો છે, એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે શુભાશુભ ભાવો છે, થવા યોગ્ય છે, એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે ઈન્દ્રિયોનો જ્ઞાન છે, જણાય છે, એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
150